મલાઇકા અરબાઝને લઇને હજુય સોફ્ટ કોર્નર ધરાવે છે

1126

સેક્સી સ્ટાર મલાઇકા અરોરા ખાન  અને અરબાજ અલગ થઇ ગયા હોવા છતાં તેમની વચ્ચે સંબંધનો એકદમ અંત આવ્યો નથી. કારણ કે બન્ને હજુ પણ એકબીજાના સંપર્કમાં છે. બાળકોને ધ્યાનમાં લઇને બંને સમાધાન કરે તેવી શક્યતા પણ દેખાઇ રહી છે. જો કે હજુ સુધી આ અહેવાલને સમર્થન મળ્યુ નથી. બંને એકબીજા પ્રત્યે સોફ્ટ કોર્નર પણ ધરાવે છે. મળેલી માહિતી મુજબ થોડાક સમય સુધી અલગ રહ્યા બાદ મલાઇકા ફરી એકવાર અરબાઝ ખાન સાથે સમાધાન કરી લેવાના મુડમાં દેખાઇ રહી છે. અરબાઝ ખાન અને મલાઇકા અરોરા ખાન પારસ્પરિક રીતે અલગ થઇ ગયા હતા. તેમની વચ્ચે લગ્ન સંબંધ ૧૮ વર્ષ સુધી ચાલ્યા બાદ બન્ને અલગ થયા હતા. બન્ને સહમતી સાથે વિધિવતરીતે અલગ થઇ ગયા બાદ ક્યારેય એક સાથે દેખાયા નથી. જો કે હવે એવા સંકેત મળી રહ્યા છે કે બન્ને સમાધાન કરી લેવાના મુડમાં છે. ગયા વર્ષે મે મહિનામાં તેમની વચ્ચે છુટાછેડાને મંજુરી મળી ગઇ હતી.

Previous articleશ્વેતા રોહિરાની જન્મદિવસ પાર્ટી
Next articleટેસ્ટ-ક્રિકેટ સાથે ‘છેડછાડ’ કરવાની જરૂર નથી : કોહલી