ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ‘બદલાવ’ લાવવો જરૂરી નથી અને આ પ્રણાલીગત રમતને આકર્ષક બનાવવા ચાર દિવસની કરવાના આઈ. સી. સી. તરફથી થઈ રહેલા પ્રયાસને તેણે નકારી કાઢયા હતા. કોહલી તાજેતરના વર્ષોમાં ટેસ્ટ ક્રિકેટમાં એક ધરખમ સ્કોરકર્તા બેટ્સમેન રહ્યો છે અને તે જુસ્સાભરી રીતે રમતો હોય છે.
ટેસ્ટ ક્રિકેટમાં સારો દેખાવ કરવામાં મળતા સંતોષને હું વર્ણવી શક્તો નથી, કારણ કે તે બહુ માનસિક તણાવ હેઠળ રમાય છે, એમ કોહલીએ કહ્યું હતું. તેણે કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ રમતની સૌથી સુંદર પદ્ધતિ છે અને તેને ચાર દિવસથી ઘટાડવી ન જોઈએ અને તેમાં કોઈ બદલાવ જરૂરી રહેતો નથી.
વધતી જતી ટી-૨૦ લીગની સંખ્યાના કારણે પાંચ દિવસની પ્રણાલીગત રમત સામે ભય ઊભો થયો છે અને વન-ડે ક્રિકેટ પણ વિદાયના માર્ગે જઈ રહ્યું છે. ગાંગુલીએ કહ્યું હતું કે આ બધું લોકોની જાગૃતિ પર આધારિત હોય છે અને દક્ષિણ આફ્રિકા કે ઑસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડ જેવા રાષ્ટ્રમાં ટેસ્ટ મેચો જોવા મોટી માનવમેદની જામતી હોય છે કારણ કે ત્યાંના લોકો રમતને સમજે છે.