ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ લગ્ન કરવા જઇ રહી છે. ૨૮ વર્ષીય સાઇના નેહવાલ ડિસેમ્બર ૨૦૧૮માં બેડમિન્ટન ખેલાડી પી.કશ્યપ સાથે લગ્ન કરશે. ૧૬ ડિસેમ્બરે બેડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલ લગ્ન કરવા જઇ રહી છે. આ લગ્નમાં તેની નજીકના લોકો જ સામેલ થશે. લગ્નની ઉજવણી ૨૧ ડિસેમ્બરે એક મોટી રિસેપ્શન પાર્ટીમાં સેલિબ્રેટ કરવામાં આવશે. સાઇના અને કશ્યપના પ્રેમની વાતો છેલ્લા કેટલાક વર્ષથી થતી રહી છે.જોકે, બન્નેએ ખુલીને ક્યારેય આ વાતની પૃષ્ટી કરી નહતી. પી.કશ્યપે કેટલીક વખત આ વાત સ્વીકારી હતી કે તે અને સાઇના નેહવાલ માત્ર એક સારા મિત્ર છે અને પ્રેક્ટિસ પાર્ટનર છે. બન્નેની ઇંસ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પોસ્ટથી કેટલીક વખત વાતો ઉઠી કે સાઇના કશ્યપને ડેટ કરી રહી છે. ૮ સપ્ટેમ્બરે પી.કશ્યપના જન્મ દિવસે બન્ને એક બીજા સાથે જોવા મળ્યા હતા અને સાઇનાએ સોશિયલ મીડિયા પર બન્નેની એક તસવીર પણ શેર કરી હતી.