લુકા મૉડ્રિચે ફિફાનો વર્ષના શ્રેષ્ઠ ખેલાડીનો એવૉર્ડ જીતી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસીના ફૂટબોલના વ્યક્તિગત ઈનામ માટેના એક દશકા લાંબા વર્ચસ્વનો અંત આણ્યો હતો.
રિયાલ મેડ્રિડ અને ક્રોએશિયાના મિડફિલ્ડર મોડ્રિચે તે ક્લબ અને રાષ્ટ્ર બંને વતી સારો દેખાવ કર્યો હતો, જેમાં મેડ્રિડની ટીમે સતત ત્રીજી વેળા ચૅમ્પિયન્સ લીગનું વિજેતાપદ જીત્યું હતું અને તેની રમતના બળે ક્રોએશિયાની ટીમે વર્લ્ડ કપમાં સેમી-ફાઈનલ તબક્કા સુધી પહેલી વાર આગેકૂચ કરી હતી.
મોડ્રિચે લિવરપૂલની ટીમના ઈજિપ્તના ફોરવર્ડ ખેલાડી મોહમદ સાલાહ અને રોનાલ્ડોને એવૉર્ડ માટેની ગણતરીમાં હરાવ્યો હતો. રોનાલ્ડો અને મેસી લંડનમાં યોજાયેલ એવૉર્ડ વિતરણ સમારોહમાં હાજર રહ્યા ન હતા અને તેઓ બાર્સેલોના તથા યુવેન્ટસની ટીમ વતી બુધવારે રમનાર હતા. ૩૩ વર્ષના મોડ્રિચની સફળતાના કારણે રોનાલ્ડો ફિફા એવૉર્ડ પાંચ વેળા જીતવા માટે મેસી જોડે સંયુક્ત રહ્યો છે.
વર્ષના શ્રેષ્ઠ ફૂટબોલ સુપરસ્ટાર્સ :-
બેસ્ટ પ્લેયર (મેલ) : લુકા મોડ્રીક (ક્રોએશિયા)
બેસ્ટ પ્લેયર (ફિમેલ) : માર્ટા (બ્રાઝિલ)
બેસ્ટ ગોલ (પુસ્કાસ એવોર્ડ) : મોહમ્મદ સાલાહ (ઈજીપ્ત)
બેસ્ટ મેન્સ કોચ : ડિડિયર ડેસ્ચેમ્પ્સ (ફ્રાન્સ)
બેસ્ટ ગોલકિપર : થિબાઉલ કોર્ટોઈસ (બેલ્જીયમ)
બેસ્ટ વિમેન્સ કોચ : રેયનાલ્ડ પેડ્રોસ (ફ્રાન્સ)
ફેર પ્લે એવોર્ડ : લેન્નાર્ટ થાઈ (જર્મની)
ફિફા ફેન એવોર્ડ : પેરુ