જીઇ પાવર થર્મલ પ્લાન્ટ્‌સને ભારતની પ્રથમ લો NOx બોઇલર ટેકનોલોજી ડિલિવર કરશે

1031

જીઇ પાવરે આજે જાહેરાત કરી છે કે ભારતમાં તેની લો NOx ફાયરિંગ સિસ્ટમથી બે કોલ-ફાયર્ડ બોઇલર્સ અપગ્રેડ કરવા માટે તેની ટેકનોલોજીને એનટીપીસી અને ટાટા કેમિકલ્સ દ્વારા પસંદ કરવામાં આવી છે. ભારતમાં આ ટેકનોલોજીનું પ્રથમ ઇન્સ્ટોલેશન છે અને તે ઉત્તર પ્રદેશમાં દાદરી ખાતે એનટીપીસીના ૨ટ૪૯૦ થર્મલ પ્લાન્ટ અને ગુજરાતના મીઠાપુર ખાતે ટાટા પ્રોજેક્ટના ૧૩૬ ટીપીએચ બોઇલર માટે અમલમાં મૂકવામાં આવશે. જીઇ પાવરની ટેકનોલોજીથી આ યુનિટ્‌સમાં NOx ઉત્સર્જનના વર્તમાન સ્તરમાં ૪૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં મદદ મળી રહેશે.

આજે વિશ્વભરમાં ભારત ત્રીજા ક્રમનું સૌથી મોટું વીજ ઉત્પાદક છે અને મોટાભાગની વીજળી કોલસામાંથી પેદા કરવામાં આવે છે. બારતના ૧૭૦ ય્ઉ ડબલ્યુથી વધુ કોલ-ફાયર્ડ ફ્લીટ સબ-ક્રિટિકલ લેવલે કાર્યરત છે ત્યારે આ લો NOx બોઇલર ટેકનોલોજીના અમલીરણથી દેશને વર્તમાન સ્તરેથી પોતાના NOx માં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં મદદ મળી રહેશે. જીઇ પાવર પાસે અન્ય પગલાંઓ દ્વારા પણ NOx સ્તરમાં વધુ ઘટાડો કરવાની ટેકનોલોજી છે તેમજ લો NOx બોઇલર ટેકનોલોજી સાથે સાંકળવાથી ૯૫ ટકાથી વધુનો ઘટાડો હાંસલ કરી શકાય તેમ છે. “ભારતમાં કોઇપણ એકમ અથવા ઔદ્યોગિક કંપની દ્વારા કમ્બશચન બોઇલર્સના પ્રાથમિક સ્રોત સ્તરે NOx ઉત્સર્જન ઘટાડવા માટે ફાયરિંગ સિસ્ટમમાં ફેરફાર કરવાનો પ્રથમ ઓર્ડર છે,” તેમ જીઇ પાવર ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એન્ડ્રુ ડેલિઓને જણાવ્યું હતું. “આ પ્રોજેક્ટ્‌સની સફળતા ભારતમાં ભવિષ્યમાં લો NOx ફાયરિંગ સિસ્ટમમાં ફેરફાર બાબતે ટેકનોલોજી અને ટેકનીકલ વિશેષતાઓનું બેન્ચમાર્ક બનશે. ભારતમાં કોલસો ઉર્જાનો લાંબા સમયનો આધાર બની રહેશે ત્યારે જીઇની અદ્યતન ટેકનોલોજી દેશના થર્મલ પાવર પ્લાન્ટ્‌સને અસરકારક અને વાતાવરણ મૈત્રીપૂર્ણ બનાવવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે.”

વૈશ્વિક સ્તરે જીઇ પાવરનો સ્ટીમ પાવર બિઝનેસ કોલસામાંથી સાફ ઉર્જા ઉત્પાદન બાબતે અગ્રેસર છે તથા કંપની એર ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ્સનો વિશાળ પોર્ટફોલિયો ધરાવે છે. આનાથી વૈશ્વિક અને સ્થાનિક સ્તરે પર્યાવરણીય ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મદદ મળી રહેશે. થર્મલ પ્લાન્ટ્‌સ માટે જીઇના સ્ટીમ અસરકારકતા, ઓછા મૂડી ખર્ચ અને ઓછા ઓક્ઝિલરી પાવર લોડ્‌સ સાથે પાવર એમિશન કંટ્રોલ સોલ્યુશન્સ ઓફર કરે છે.

Previous articleખેડૂતોના જમીન વળતરના રૂ. ૩૪ કરોડના મુદ્દે સરકારની ઓફીસમાંથી સામગ્રી જપ્ત કરતી કોર્ટ
Next articleરાજુલા-જાફરાબાદમાંથી પોલીસે ઝડપેલ દારૂ-બિયર પર બુલડોઝર ફેરવાયુ