રાજુલા જાફરાબાદ હાઈવે પર અમરેલી જીલ્લા ટ્રાફિક પીએસઆઈ એ.વી. પટેલનો સપાટો ૮૦ એન.સી. ૮ હજારનો સ્થળ પર દંડ વસુલ્યો બે નંબરી વાહનો પ્રેસ પોલીસ લખી ખોટી એન્ટ્રી પાડતાઓ સહિતમાં ફફડાટ વ્યાપ્યો છે.
રાજુલા જાફરાબાદ હાઈવે પર અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ પીએસઆઈ એ.વી.પટેલનો સપાટો ૮૦ એનસી ૮ હજારનો સ્થળ પર દંડ વસુલ્યો તેમજ બે નંબરી વાહનો જેવા કે રાજુલા જાફરાબાદ તાલુકામાં આવેલ મહાકાય કંપનીઓ પીપાવાવ પોર્ટ, જાફરાબાદ બંદર, નમર્દા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સિન્ટેક્ષ કોટન જેવી મહાકાય રિલાઈન્સમાં આઉટ ઓફસ્ટેટથી આવતા અનલિગલી ભારેખમ વાહનો સ્થાનિક વાહન માલિકો જેમાં પણ ગોલમાલ કરેલ વાહનો તેમજ ખોટી એન્ટ્રી પાડવા પોલીસ કે પ્રેસ લખેલ ટુ વિલ ફોર વિલ સહિતને પકડી પાડવા પીએસઆઈ એ.વી.પટેલ સાથે પોલીસ સ્ટાફના અજયભાઈ યાદવ, શૈલેશભાઈ અમરેલીયા, મારૂભાઈ, સુનીલભાઈ, ભરતભાઈ સહિત રાજુલા શહેર અને હાઈવે પર વોચ રાખી જન સુરક્ષા બાબતે જિલ્લા પોલીસ વડાની સુચનાથી ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી.