બોટાદ શહેરના તુરખા રોડ પર આવેલ વિહાવાવ પાસે આશરે દોઢ મહિના પહેલા મુત હાલતમાં કોઈ નવજાત શિશુ નાખી ગયેલ .ત્યારે આજે વહેલી સવારમાં બોટાદ ના નાગલપર દરવાજા પાસે આવલે બેઠા નાલા પાસે કચરાપેટીમાંથી મૂર્ત નવજાત શિશુ મળી આવ્યું હતું . જે બનાવ અગે બોટાદ પોલીસને જાણ થતા બોટાદ પોલીસના મહિલા પી.એસ.આઈ એમ .જે. સાગઠીયા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવેલ અને તપાસ હાથ ધરી હતી .જયારે બનાવની જાણ આજુબાજુના લોકોને થતા ઘટના સ્થળે મોટી સખ્યામાં લોકો દોડી આવ્યા હતા .તો બીજી તરફ બોટાદ પોલીસ સ્ટેશનમાં એમ.જે.સાગઠીયા દ્વારા અજાણી સ્ત્રી વિરુધ ગુન્હો નોધેલ છે .