રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા ભાવનગરના સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ખેલમહાકુંભ અંતર્ગત બહેનો માટેની રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા ચાલી રહી છે. જેમાં અલગ-અલગ વયજુથમાં બહેનો શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે.