ભાવનગર-રાજકોટ રોડ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારી અને ગેરરીતિના કારણે જીવલેણ ખાડાઓ પડ્યા છે. વારંવાર અકસ્માતો અને તેમાં નિર્દોષ જીંદગીઓ મોતને ભેટી રહી છે. તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કરવુંજોઈએ તેવા ‘લોકસંસાર’ના આજના અહેવાલના પગલે તંત્ર સફાળુ જાગ્યું હતું અને તુરંત જ યુધ્ધના ધોરણે ખાડાઓ પુરી થીગડા મારવાનું કામ શરૂ કર્યુ હતું.