દેશી અને ઈંગ્લીશ દારૂ માટે જાણીતા એવા આડોડીયાવાસ વિસ્તારમાં ભાવનગર પોલીસે છેલ્લા ત્રણ દિવસથી તવાઈ બોલાવી છે. જેમાં આજે પણ રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો છે પરંતુ મહિલા બુટલેગર નાસી છુટી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ઘોઘારોડ પોલીસ મથકના ડી-સ્ટાફે આજે ફરી એકવાર આડોડીયાવાસમાં રેડ કરી કવિતાબેન ભરતભાઈ આડોડીયાના રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ર કિ.રૂા.૩૬૦૦ની ઝડપી પાડી હતી. જ્યારે રેડ દરમ્યાન મહિલા બુટલેગર કવિતાબેન નાસી છુટ્યા હતા. પોલીસે કવિતાબેન વિરૂધ્ધ પ્રોહિ. મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.