આધારની બંધારણીય કાયદેસરતા સુપ્રીમ કોર્ટે આખરે અકબંધ રાખી

923

લાંબા સમય સુધી ચર્ચાના વિષય તરીકે રહેલા આધાર કાર્ડની કાયદેસરતાને લઇને સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા આધારની બંધારણીય કાયદેસરતાને જાળવી રાખી હતી. જો કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ લાગી કરી દીધી  છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારને રાહત થઇ છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે સરકાર બાયોમેટ્રિક ડેટાને રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર કોર્ટની મંજુરી વગર કોઇ અન્ય એજન્સીને શેયર કરી શકશે નહીં. સુપ્રીમ કહ્યુ હતુ કે સીબીએસઇ, નીટ, યુજીસ  માટે આધાર જરૂરી છે પરંતુ સ્કુલમાં પ્રવેશ મેળવી લેવા માટે આધાર જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે આધાર એક્ટની કલમ ૫૭ને રદ કરી દીધી છે. પ્રાઇવેટ કંપની આધારની માંગ કરી શકે નહીં. આધારે સમાજના વંચિત વર્ગને મજબુત કરવામાં ભૂમિકા અદા કરી છે. તેમને એક ઓળખ આપી છે. આધારની બંધારણીય કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો જસ્ટીસ સિકરીએ વાંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે આધાર પર પ્રહાર કરવાની બાબત ં બંધારણીય જોગવાઇની વિરુદ્ધમાં છે. આધાર બિલકુલ સુરક્ષિત છે અને આધારની બંધારણીયતા પર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર ડેટા પ્રોટેક્શન સાથે સંબંધિત કાનુન લાવે તે જરૂરી છે.

આધાર સામાન્ય નાગરિકોની ઓળખ છે અને આધારથી ગરીબોની સ્થિતી મજબુત થઇ છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, સ્કુલમાં પ્રવેશ મેળવવા માટે આધારને ફરજિયાત બનાવવાની બાબત જરૂરી નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, કોઇપણ મોબાઇલ કંપની આધાર કાર્ડની માંગ કરી શકે છે. ચુકાદો વાંચતા જસ્ટિસ એકે સિકરીએ કહ્યું હતું કે, આધાર કાર્ડની ડુપ્લીકેશી શક્ય નથી. આનાથી ગરીબોને તાકાત મળી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્દેશમાં એમ પણ કહ્યું છે કે, સરકારે આ બાબતની ખાતરી કરવી જોઇએ કે, બિનનિવાસી ભારતીયોને આધાર કાર્ડ ન મળે તે જરૂરી છે. ટૂંકમાં જ મજબૂત ડેટા સુરક્ષા કાયદો બનાવવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ઠેરવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિને આપવામાં આવનાર આધાર નંબર યુનિક નંબર હોય છે જેને બીજાને આપી શકાય નહીં. આધાર એનરોલમેન્ટ માટે નાગરિકો પાસેથી માહિતી મેળવવામાં આવે છે. આધાર કાર્ડ અને ઓળખપત્ર વચ્ચે એક અંતર છે. બાયોમેટ્રિક સૂચના એક વખતે સ્ટોર કરવામાં આવે છે જે સ્ટોરમાં રહે છે. જસ્ટિસ સિકરીએ સીજેઆઈ દિપક મિશ્રા અને જસ્ટિસ ખાનવીલકર તરફતી ચુકાદો આપ્યો હતો જ્યારે જસ્ટિસ ચંદ્રચુડ અને જસ્ટિસ એ ભૂષણ અલગ અભિપ્રાય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં તર્કદાર દલીલો કરવામાં આવી હતી. આધારના ડુપ્લીકેટનો કોઇ ખતરો નથી. આધારની કાયદેસરતાને પડકાર ફેંકનાર ૨૭ અરજીઓ ઉપર આશરે ચાર મહિના સુધી ચર્ચા ચાલી હતી. લાંબી ચર્ચા બાદ સુપ્રીમ કોર્ટે મે મહિનામાં ચુકાદો અનામત રાખ્યો હતો. મામલાની સુનાવણી જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આશરે ૩૮ દિવસ સુધી આ મામલાની સુનાવણી ચાલુ હતી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં પાંચ જજની બેંચે સુનાવણી હાથ ધરી હતી.  સરકારે કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારને ફરજિયાતકરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત બેંક એકાઉન્ટ ખોલવા, પાન કાર્ડ બનાવવા, સેલ ફોન સર્વિસ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આધારને ફરજિયાત કરી દીધો હતો. આધાર કાર્ડને ઓળખ અને સરનામાના પુરાવા તરીકે માન્યતા આપવામાં આવી છે. અરજી કરનાર લોકોની દલીલો હતી કે  આધારકાર્ડથી સામાન્ય જનજીવનને અસર થઇ છે જેથી આધાર કાર્ડની કાયદેસરતાને ખતમ કરવાની જરૂર છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે આધાર કાર્ડના સમર્થનમાં અનેક પ્રકારની દલીલો રજૂ કરી હતી.  સરકારની સૌથી મોટી દલીલ એ  હતી કે, તેના પરિણામ સ્વરુપે સબસિડીના લાભ કોઇપણ ગેરરીતિ વગર સીધીરીતે મળી રહ્યા છે. આધાર ડેટા, સરકાર અને આધાર ઓથોરિટીનું કહેવું છે કે, આ પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત છે. આની સાથે છેતરપિંડી કરી શકાય તેમ નથી. આધારની કાયદેસરતાને લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તમામની નજર હવે કેન્દ્રીત થઇ ગઈ છે. સુપ્રીમ કોર્ટના આજના ચુકાદાને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ ચુકાદા પર તમામ લોકોની પહેલાથી જ નજર હતી. આને લઇને કેટલાક પ્રશ્નો થઇ રહ્યા હતા. જો કે હવે આધાર મામલે સુપ્રીમ કોર્ટે પોતાનુ વલણ સ્પષ્ટ કરી દીધુ છે.

Previous articleરાજ્ય સરકાર પ્રમોશનમાં અનામત આપી શકે : કોર્ટ
Next articleપંજાબ પોલીસની ક્રૂરતાઃ મહિલાને જીપ પર બાંધીને શહેરમાં ફેરવી