29 ઓક્ટોબરથી શરૂ થશે રામ મંદિર કેસની સુનાવણી

1263

રામ મંદિર માટે થયેલા આંદોલન દરમિયાન 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પડાઈ હતી. આ મામલે અપરાધિક કેસ સાથે દીવાની કેસ પણ ચાલ્યો. ટાઈટલ વિવાદ સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અલાહાબાદ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બર 2010ના રોજ અયોધ્યા ટાઈટલ વિવાદમાં ચુકાદો આપ્યો હતો. જેમાં કહેવાયું હતું કે વિવાદાસ્પદ જમીનને 3 સરખા ભાગમાં વહેંચો અને જે જગ્યાએ રામલલાની મૂર્તિ છે ત્યા રામલલ્લા વિરાજમાન થાય, સીતા રસોઈ અને રામ ચબુતરા નિર્મોહી અખાડાને આપવામાં આવે ને બાકીની એક તૃતિયાંશ જમીન સુન્ની વક્ફ બોર્ડને આપી દેવામાં આવે.

ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટની સામે આવ્યો. અયોધ્યાની વિવાદાસ્પદ જમીન પર રામલલ્લા વિરાજમાન અને હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. જ્યારે બીજી બાજુ સુન્ની વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી દાખલ કરી. આ મામલે અનેક પક્ષકારોએ અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે 9 મે 2011ના રોજ આ મામલે અલાહાબાદ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવતા મામલાની સુનાવણીની વાત કરી. સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો. સુપ્રીમ કોર્ટમાં ત્યારબાદથી આ મામલો પેન્ડિંગ છે.

ચુકાદા પર સૌની નજર
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો અનેક  રીતે મહત્વનો છે. આ ચુકાદા પર અયોધ્યા વિવાદની દિશા ટકેલી છે. જો સુપ્રીમ કોર્ટની બેન્ચ આ ચુકાદાને મોટી બંધારણીય પેનલ પાસે મોકલવાનું નક્કી કરે તો રામ મંદિર વિવાદનો મામલો વધુ લંબાઈ શકતો હતો.

Previous articleકલમ 497 રદ, વ્યભિચાર હવે અપરાધ નથી
Next articleવડાપ્રધાન મોદી પણ કોલ ડ્રોપની સમસ્યાથી પરેશાન..!!