કેનેડાના બ્રેન્ટફોર્ડ શહેરમાં રહેતા જ્હોન ટર્મલ (૬૭) અત્યાર સુધી ૯૫ ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે, ૩૯ વર્ષના કરિયરમાં તેઓ એકવાર પણ ચૂંટણી જીતી નથી શક્યા. ટર્મલનું કહેવું છે કે, જ્યાં સુધી જનતાની સામે મુદ્દા રહેશે અને તેઓને મોકો મળતો રહેશે, ત્યાં સુધી તેઓ ચૂંટણી લડતા રહેશે. ટર્મલ કહે છે કે, ચૂંટણી હાર કે જીત માટે નથી હોતી, પરંતુ દરેક વખતે જનતાને નવા વિચાર અને યોજનાઓ આપવા માટે હોય છે. તેઓ આ વર્ષે વધુ એકવાર મેયર પદ માટે ચૂંટણી લડશે. ટર્મલે પહેલીવાર ૧૯૭૯માં ચૂંટણી લડી હતી, ત્યાં સુધી તેઓનો હેતુ માત્ર જુગારને માન્યતા અપાવવાની હતી. હકીકતમાં, પોલીસ દરેક વખતે તેના જુગારના ગુપ્ત ઠેકાણાંઓને બંધ કરાવવા ઇચ્છતી હતી અને તેની ધરપકડ કરી લેતી હતી. આ મુદ્દાના કારણે જીત તેમનાથી દૂર થઇ. છેલ્લાં ૩૯ વર્ષમાં ટર્મલે સિટી કાઉન્સિલરથી લઇને સાંસદ પદ સુધીની ચૂંટણી લડી. ઘણીવાર તેઓને જાણીતી પાર્ટીઓની તરફથી ટિકીટ પણ મળી, પરંતુ જીત મળી નથી. જો કે, વોટના મામલે તેઓને હંમેશા લીડ ચોક્કસથી મળી, અત્યાર સુધી ૧૧થી લઇને ૪૫૦૦ વોટ સુધીની લીડ મેળવી ચૂક્યા છે.