પ્રેમ કુમાર ફિલ્મ્‌સની પ્રથમ મુવી લતીફ ટુ લાદેનનું ટ્રેલર મુંબઈમાં

2822

શાહિદ કાઝમિ દ્વારા દિગ્દર્શિત અને તારીક ઈમ્તિયાઝ, પરિ ચૌધરી તથા મીર સારવાર દ્વારા અભિનિત પ્રેમ કુમાર ફિલ્મસની ટૂંક સમયમાં આવી રહેલી દુખભરી કોમેડી ફિલ્મ લતીફ ટુ લાદેનનું ટ્રેલર તાજેતરમાં મુંબઈ ખાતે લોન્ચ થયું હતું.

અભિનેતા રાહુલ સિંહ (ઝુબેદા અને આશાયેં માટે જાણીતા થયેલા) અને અભિનેત્રી સોનલ સેહગલ, સમીક્ષક કોમલ નાહટા અને એમટીવી રોડીઝના વિજેતા શ્વેતા મહેતા અને નિશા જામવાલ પણ ટ્રેલર લોન્ચ પ્રસંગે હાજર રહ્યા હતા. ફિલ્મને લઈને માત્ર મહેમાનોમાં જ ઉત્સાહ હતો એટલું જ નહીં પરંતુ ફિલ્મના નિર્માતાઓને પણ ઉપસ્થિત સૌ કોઈ તરફથી હકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.

લતીફ ટુ લાદેન કાશમીરના એક નાનકડા ગામના ભરવાડ લતીફની વાર્તા છે જે પોતે ખાસ શિક્ષિત ન હોવા છતાં તેણે સંરક્ષણ દળમાં જોડાવાનું સ્વપ્ન જોયું હતું. લતીફ, ચાંદની નામની એક છોકરીને પ્રેમ કરતો હતો અને ચાંદની ત્રાસવાદીઓની તરફેણ કરતી હતી. પોતે જેને ચાહતો હતો તે છોકરીને પ્રભાવિત કરવા લતીફે પોતે એક ત્રાસવાદી નેતા છે અને ઓસામાની નજીકનો છે એવો ઢોંગ કરવાનું શરૂ કર્યું હતું. આને કારણે શ્રેણીબદ્ધ ઘટનાક્રમો બનવા લાગ્યા જે દર્શકોને હસાવી હસાવીને પેટ દૂખવી નાખશે એટલું જ નહીં પણ સંપૂર્ણ ફિલ્મ દરમિયાન તેમને ખૂરશી સાથે જકડી રાખશે. લતીફને છેવટે, તેના સ્વપ્નની સુંદરી મળે છે કે કેમ તે જાણવા આ અદ્‌ભૂત ફિલ્મ જોવી રહી.

ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ કાશમીરના પુંચ ખાતે કરવામાં આવ્યું છે, કારણ કે ફિલ્મમાંના સ્થળને પાકિસ્તાનની સંસ્કૃતિ અને વાતાવરણ જેવું બતાવવાનો અમારો પ્રયાસ હતો. ફિલ્મના દરેક કલાકારો પુંચ વિસ્તારના છે જેને કારણે દર્શકોને સંપૂર્ણ ફિલ્મમાં હકીકતતાની લાગણીનો અનુભવ થવાની ખાતરી છે. લતીફ ટુ લાદેન એક દુખભરી કોમેડી છે જે એક પ્રેમકથાની આસપાસ ગુંથાયેલી છે જેને કારણે ફિલ્મમાં એક પછી એક ઘટનાક્રમો બનતા જાય છે, એમ ફિલ્મના દિગ્દર્શક શાહિદ કાઝમિએ જણાવ્યું હતું. દામીની ધ વિકટિમ અને બુરહાનવાની (જેને કારણે ૨૦૧૭માં કાશમીર આસપાસ વિવાદ જાગ્યો હતો) જેવી હકીકત પર આધારિત ફિલ્મો બનાવવા માટે શાહિદ કાઝમિ જાણીતા છે.

ફિલ્મ ક્ષેત્રે પ્રેમ કુમારનો પ્રવાસ આસાન નથી રહ્યો. જો કે પોતાની સફળતા માટે પોતે કરેલા સંઘર્ષને તેઓ શ્રેય આપી રહ્યા છે. એક સિક્યુરિટી સુપરવાઈઝરથી લઈને ફેબ્રિકેશન એન્જિનિયર રહી ચૂકેલા પ્રેમ પહેલા થિયેટર આર્ટિસ્ટ, અભિનેતા અને પછી ફિલ્મ નિર્માણ સુધી પહોંચ્યાછે. આ અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે, જ્યારથી હું સમજતો થયો છું ત્યારથી મારું અભિનેતા જ બનવાનું સ્વપ્ન હતું. મેં થિયેટરમાં મહેનત કરી અને મુંબઈમાં લેકમે ફેશન વીકમાં રેમ્પ વોક પણ કર્યું. લતીફ ટુ લાદેન મારી પ્રથમ ફિલ્મ હોવાથી, તે હમેશા મારા દિલમાં રહેશે. ફિલ્મની વાર્તા-વિષય એકદમ નવા છે, જે નાના બાળકથી લઈ પ્રોઢો દરેકને પસંદ પડશે. હું દરેકને ફિલ્મ જોવા જવાનો અનુરોધ કરું છું.

નીરજ પાંડે દિગ્દર્શિત ‘ઐયારી’ ફિલ્મમાં છેલ્લે જોવા મળેલા અભિનેતા મીર સારવાર આ ફિલ્મમાં ફરી જોવા મળશે. ‘‘લતીફ ટુ લાદેનની વાર્તા મેં જ્યારથી સાંભળી હતી ત્યારથી મને તેનો વિષય પસંદ પડયો હતો. ખાસ કરીને જમ્મુ અને કાશમીરમાં તૈયાર થતી સ્વતંત્ર ફિલ્મોને હું હમેશા પસંદ કરું છું.

Previous articleવાણી કપુરને રિતિક- ટાઇગર સાથે એક્શન ફિલ્મ મળી ગઇ
Next articleઓસ્ટ્રેલિયાએ પ્રથમવાર બે વાઈસ કેપ્ટન બનાવાયા : એમ.માર્શ, જોશ હેઝલવુડ