ગુજરાત અનુસુચિત જાતિ સાધુ સમાજ ટ્રસ્ટના ઉપક્રમે પોતાની માંગણીઓને લઈને રામાનંદી સાધુ સમાજે પ્રદર્શન યોજી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પોતાની માંગણીઓ રજુ કરતું આવેદનપત્ર આપ્યું હતું.
ગેજેટમાં પ્રસિધ્ધ શબ્દોથી માનહાની થતી હોવાનું અને બદલવા પણ માંગણી કરી હતી.
અગાઉ પણ વિકાસના અને અનેક લાભો નહી મળતા હોવા અંગે સરકારનું ધ્યાન દોર્યાનું પણ વધુમાં તેમણે જણાવ્યું હતું. મંદિરો તથા ગાદીઓ માટે આર્થિક ફાળવણી તેમજ લુપ્ત થતા સમાજ માટેની માંગણીઓ તેમણે રજુ કરી હતી.