આજે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લોકહિતના પ્રશ્નોને તેઓએ સાંભળીને કહ્યુંકે, સામાન્ય નાગરિક, ગરીબ વંચિત નાગરિકોને પોતાની સમસ્યાની રજુઆત માટે સ્થાનિક સ્તરે જ નિવારણ આવે તેવું સૌ સંબંધિત અધિકારીઓએ દાયિત્વ નિભાવવું પડશે. નાયબ મુખ્યમંત્રી સમક્ષ આજે જમીન, પોલીસ રક્ષણ સહિતના સાત જેટલા પ્રશ્નોની રજુઆત નાગરિકોએ કરી હતી.