વિધાનસભા ખાતે વિઠ્ઠલભાઇ પટેલની ૧૪૬મી જન્મજયંતિ નિમિતે રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પુષ્પાંજલિ

1092

વર્ષ ૧૯૨૫થી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ અને ગુજરાત વિધાનસભા ભવનનું નામ જેના ઉપરથી અપાયું છે એવા વિઠ્ઠલભાઇ ઝવેરભાઇ પટેલની ૧૪૬મી જન્મજયંતિ નિમિતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર દ્વારા પટાંગણમાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ અને પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલ, ઉચ્ચ અધિકારીઓ/ કર્મચારીઓ સહિત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની ચિચડીયા પ્રાથમિક શાળાના ૪૯ જેટલા વિદ્યાર્થીઓએ તેમજ પોરબંદર જિલ્લાની વિસાવાડા પ્રાથમિક શાળાના ૫૦ જેટલા વિદ્યાર્થીઓ-શિક્ષકોએ ઉપસ્થિત રહીને તેમના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરીને તેમના જીવનના આઝાદીકાળ સમયના પ્રેરણાદાયી સંસ્મરણો યાદ કર્યા હતા.

Previous articleગુજરાતના સાંસદનું વિવાદાસ્પદ નિવેદન, ‘દારૂ વગર ચૂંટણી જીતી શકાતી નથી’
Next articleવિખવાદ અંગે રાહુલે ગુજરાત કોંગી લીડરોને ફટકાર લગાવી