ફેબ્રુઆરીના અંતમાં CBSE ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા

1280

સીબીએસઇ હવે તેની ધો.૧૦ અને ૧રની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા જઇ રહ્યું છે. આ વર્ષે સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં જ શરૂ થઇ જશે. સીબીએસઇ દ્વારા પરીક્ષાની તારીખમાં સૂચિત ફેરફાર મુજબ, ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં સૌ પહેલાં વોકેશનલ વિષયોની પરીક્ષા લેવાશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં મુખ્ય વિષયોની પરીક્ષા લેવામાં આવશે. સીબીએસઇ બોર્ડ ટૂંક સમયમાં પરીક્ષાની તારીખો જાહેર કરશે. સીબીએસઈ અનુસાર ર૦૧૯માં ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ એકઝામમાં વોકેશનલ અભ્યાસક્રમના તમામ વિષયોની પરીક્ષા પહેલાં લેવામાં આવશે, કારણ કે વોકેશનલ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હોય છે. અગાઉ મુખ્ય વિષયોની પરીક્ષા વચ્ચે વોકેશનલ વિષયોની પરીક્ષા લેવાતી હતી. તેના કારણે પરીક્ષા છેક એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધી ચાલતી હતી. વોકેશનલ વિષયોની પરીક્ષા ફેબ્રુઆરીમાં થવાના કારણે માર્ચના છેલ્લા અઠવાડિયા સુધીમાં સીબીએસઇની તમામ પરીક્ષાઓ પૂર્ણ થઇ જશે. તેના કારણે પેપરોનું મૂલ્યાંકન પણ જલદી થશે અને સીબીએસઇ પરીક્ષાના પરિણામો પણ વહેલાં આવી જશે. તેના પગલે પુનઃ મૂલ્યાંકન પણ જલદી થશે. સીબીએસઇ બોર્ડે આ બદલાવ દિલ્હી યુનિવર્સિટી સાથે બીજી યુનિવર્સિટીમાં નોમિનેશનને લઇને કર્યો છે.

સીબીએસઇ દ્વારા ધોરણ-૧૦-૧૨ની પરીક્ષાની તારીખોમાં કરેલા ફેરફારને લઇ હવે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ તે પ્રમાણેની તૈયારી અને આયોજન કરવા પડશે.

Previous articleરાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું ૮૩ વર્ષની જૈફ વયે નિધન
Next articleબુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધારવા કટિબદ્ધતા