પતિ, પત્નિ અને વોના સંબંધ હવે અપરાધ નથી. કારણ કે સુપ્રીમ કોર્ટે આજે આ સંબંધમાં ઐતિહાસિક અને દુરગામી ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે એડલ્ટરી હવે અપરાધ નથી. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ ૪૯૭માં એડલ્ટરીને અપરાધ તરીકે ગણનાર જોગવાઇને ગેરબંધારણીય તરીકે ગણાવીને તેને ફગાવી દીધી છે.સુપ્રીમ કોર્ટે એડલ્ટરી (વ્યભિચાર) કેસમાં આઇપીસીની કલમ ૪૯૭ને ગેરબંધારણીય જાહેર કરી દીધી છે. પાંચ જજની બેંચમાં સામેલ રહેલા ચીફ જસ્ટીસ દિપક્ષ મિશ્રા, જસ્ટસ એએમ ખાનવિલકર અને જસ્ટીસ આરએફ નરીમન, ડીવાય ચન્દ્રચુડે આઇપીસીની કલમ ૪૯૭ને અપરાધની હદમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો હતો. પીઠમાં સામેલ રહેલી એકમાત્ર મહિલા જસ્ટીસ ઇન્દુ મલહોત્રાએ આને ગેરબંધારણીય કરાર ગણાવ્યો છે. આવી સ્થિતીમાં જજોએ આ ચુકાદો સર્વસંમતિથી આપ્યો હતો. વ્યાભિચાર પર ચુકાદો આપતા ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યુ હતુ કે બંધારણની ખુબસુરતી એ છે કે તેમાં હુ, મારા અને તમે તમામ સામેલ છે. સીજેઆ અને જસ્ટીસ ખાનવિલકરે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે એડલ્ટરી તાકાતનો આધાર હો શકે છે. પરંતુ તે અપરાધ રહેશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે એડલ્ટરી અપરાધ તરીકે રહેશે નહીં પરંતુ જો પત્નિ પોતાના લાઇફ પાર્ટનરના વ્યાભિચારના કારણે આત્મહત્યા કરે છે અને પરિવારના સભ્યો પુરાવા રજૂ કરી શકે છે તો તેની સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલે કેસ ચાલી શકે છે. જસ્ટીસ ચન્દ્રચુડે કહ્યુ હતુ કે એડલ્ટરી કાનુન સ્વૈચ્છિક છે. તે મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડે છે. એડલ્ટરી કાનુન મહિલાની સેક્સુઅલ પસંદગીને રોકે છે. જેથ તે ગેરબંધારણીય છે. તેમણે કહ્યુ હતુ કે મહિલાને લગ્ન બાદ સેક્યુઅલ ચ્વોઇસથી રોકી શકાય નહીં.
આ પહેલા સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, એડલ્ટરી તલાક માટે આધાર તરીકે રહેશે. આના પરિણામ સ્વરુપે આપઘાતના મામલામાં ઉશ્કેરણીનો કેસ દાખલ થઇ શકશે. આ ઐતિહાસિક ચુકાદા સંભાળાવતા કોર્ટે મહિલાઓની ઇચ્છા, અધિકાર અને સન્માનને સર્વોચ્ચ તરીકે ગણાવીને કહ્યું છે કે, પતિ મહિલાના માલિક તરીકે નથી. તેમને સેક્સયુઅલ ચોઇસથી રોકી શકાય નહીં. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ પોતાના અને જસ્ટિસ ખાનવીલકર તરફથી ચુકાદાને વાંચતા કહેવામાં આવ્યું હતું કે, અમે લગ્નની સામે અપરાધ સાથે સંબંધિત ઇન્ડિયન પીનલ કોડની ૪૯૭ અને સીઆરપીસીની કલમ ૧૯૮ ગેરબંધારણીય જાહેર કરીએ છીએ. અલગથી પોતાનો ચુકાદો વાંચતા જસ્ટિસ નરિમને કલમ ૪૯૭ને જુના કાયદા તરીકે ગણાવીને સહમતિ દર્શાવી હતી અને કહ્યું હતું કે, કલમ ૪૯૭ સમાનતાના અધિકાર અને મહિલાઓ માટે સમાન અવસરના અધિકારનો ભંગ કરે છે. દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતી વેળા મહિલાઓના અધિકારની વાત કરી હતી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, એમ કહી દેવામાં આવે કે, પતિ મહિલાના માલિક તરીકે નથી. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે, આ કાનૂન સ્વૈચ્છિક તરીકે છે. મહિલાની ગરિમાને નુકસાન પહોંચાડે છે. કોર્ટે બીજા દેશોના દાખલા આપતા કહ્યું હતું કે, જાપાન, ચીન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વ્યાભિચાર અપરાધ તરીકે નથી. આ પહેલા ૮મી ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ચુકાદો અનામત રાખ્યો હતો.