યુવા સંધી મુસ્લિમ એજ્યુ. ટ્રસ્ટ દ્વારા હાજીઓનો સન્માન સમારોહ

792

ભાવનગરમાં યુવા સંધી મુસ્લિમ એજ્યુકેસન ટ્રસ્ટ દ્વારા ભાવનગરના મતવા ચોકના હલીમાબાગ ખાતે યાદે હુસૈન નામનો પ્રોગ્રામનો અગાજ કર્યો હતો. જેમાં ભાવનગરના સંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં અને સંધી સમાજમાંથી જે હજ કરી પરત ફરેલા હાજીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા સંધી સમાજના પ્રમુખ જાહિદ મંધરા દ્વારા દર વરસની માફક આ વર્ષે પણ યાદે હુસૈનના નામે નિયાઝનું આયોજન કરાયું હતું. ભાવનગરના સંધી સમાજના તમામ લોકો એ હાજરી આપી અને હાજીઓનું સન્માન કર્યું હતું જેમ હજ માં જનાર અલારાખ ભાઈ ગાહા તથા મુનાફભાઈ મંધરાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં સંધી સમાજના ગુલમહમદ રાવમાં તથા ફિરોઝભાઈ મંધરા એડવોક્ટ તથા અયુબભાઈ શેખ, મુસ્તાક મંધરા શિકારી અને યુવા સંધી મુસ્લિમ એજ્યુકેશન અને સામજિક ટ્રસ્ટના મેમ્બરો અમીનભાઈ દલ, જાનમહમદ મંધરા, સોહિલ દલ, યુનુસ મંધરા, રૂસતમ મંધરા, સદામ જુનેજા, આઝાદ મંધરા, અઝાઝ હાલા ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleબોટાદમાં મહિલા કાનુની જાગૃતિ શિબિર યોજાઈ
Next articleદામનગર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભગવાનભાઈ નારોલા બિનહરીફ