કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નવસર્જન યાત્રાને લઈને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ ચૂંટણી સુધી ૫૦૦ સભા કરવાનું આયોજન કરી રહી છે. અત્યાર સુધી રાજ્યભરમાં કોંગ્રેસની ૨૫૦ સભાઓ યોજાઈ ગઈ છે.
કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે પાટીદાર આંદોલનથી પાટીદારોના કડવા અને લેઉવા બંને સમાજ એક થયા છે તેમ કહ્યુ હતું. તેમણે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ આગળ વધી રહી હોવાનું કહ્યું હતું. અર્જુન મોઢવાડિયાએ ગુજરાત ચુંટણીમાં રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની મદદ લેવાની વાતનો પણ ઈન્કાર કર્યો છે.