હેમાળ ગામે જમીનનો રીસર્વે કરવા માંગ : ૪૦૦ ખેડૂતોએ આવેદન આપ્યું

1048

જાફરાબાદ તાલુકાના હેમાળ ગામના ૪૦૦ ખેડૂતોની જમીન રીસર્વે કરવા સરપંચ મયલુભાઈની અધ્યક્ષતામાં અપાયું આવેદનપત્ર અમરેલી ડીએલઆઈઆર દ્વારા થયેલ આડેધડ જમીન માપણીથી તમામ ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.

જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે ૪૦૦ ખેડૂતોની જમીન માપણી અમરેલી ડીએલઆઈઆર દ્વારા આડેધડ થયાથી સરપંચ મયલુભાઈ ખુમાણની અધ્યક્ષતામાં જાફરાબાદ મામલતદાર ચૌહાણને રીસર્વે કરવા આવેદનપત્ર અપાયું હતું. જેમાં ૪૦૦ ખેડૂતોની જમીનના ટાઈટલ કલીયર સામે અમરેલી જિલ્લાથી આવેલ ડીએલઆઈઆરના કર્મચારી અધિકારી સહિત તેમને અપાયેલ હેમાળ ગામના તમામ ખેડૂતો નક્ષાને એક બાજુ રાખી મનઘડત આડેધડ થયેલ જમીન માપણી કોઈ ખેડૂતોના વધારો તો કોઈ ખેડૂતને તેના ટાઈટલ કલીયર જમીન સર્વે નંબરમાં પણ ઘટાડો થતા તમામ ખેડૂતો સરપંચ મયલુભાઈ ખુમાણની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી જાફરાબાદ પહોંચી તમામ ખેડૂતોની જમીન માપણી બાબતે આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ફરીવાર મામલતદારની હાજરી તેના માર્ગદર્શનથી જમીન રીસર્વે કરવા માંગ કરાઈ હતી.

Previous articleદામનગર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભગવાનભાઈ નારોલા બિનહરીફ
Next articleફિલ્ડ આઉટરીય બ્યુરો ભાવનગર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન તળે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો