દામનગર શહેરની ડ વર્ગ ધરાવતી એન સી પી ના ૧૮ અને ભાજપના ૬ સભ્યો એમ કુલ ૬ વોર્ડ ની ૨૪ બેઠકો વાળી નગર પાલિકાના પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં નવા પ્રમુખ બનવાના અનેકો દાવા વચ્ચે ભારે ખેંચતાણ ચાલતી હતી છેલ્લા બે દિવસથી નગર પાલિકાના ૧૫ સદસ્યો અજ્ઞાત વાસમાં છે તા ૨૭/૯ ના રોજ ચૂંટણી યોજવાની છે ત્યારે ૨૪ સભ્યમાંથી ચારથી વધુ સભ્યો પ્રમુખ પદ માટે દાવેદારી માટે ઘણા દિવસોથી કરસત કરી રહ્યા હતા અઢી વર્ષ એસી અનામત બેઠકની મુદત પૂર્ણ થતાં અઢી વર્ષ જનરલ બેઠકના પ્રમુખ પદ માટે એનસીપીની નગર પાલિકા માટે બંને રાજકીય પાર્ટીઓએ ભારે મહેનત કરી ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાંથી ભાજપની છ બેઠક અનેએનસીપીની અઢાર બેઠકો વાળી નગર પાલિકામાં કોંગ્રેસ પક્ષની એક પણ બેઠક ન હોવા છતાં અત્રે કોંગ્રેસ પાર્ટીએ પંદર સભ્યોને અજ્ઞાત વાસમાં લઇ જઈ અમરેલી જિલ્લા કોંગ્રેસના એક અગ્રણી દામનગર નગર પાલિકામાં કોંગ્રેસનું શાસન સ્થાપિત કરવા શામ દામ દંડ ભેદની નીતિ અખત્યાર કરી છે મોટી રકમથી નગરપાલિકા સદસ્યોની ખરીદી કરાય હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.