સર ટી. હોસ્પિટલમાંથી ચોરી કરેલ બે બાઈક સાથે બે શખ્સો ઝડપાયા

1538

ભાવનગર શહેરની સર ટી. હોસ્પિટલમાંથી ચોરી કરેલ બે મોટરસાયકલ સાથે ઉગામેડી ગામના બે શખ્સોને ગઢડા પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ગઢડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.ડી.ધોરડા તથા પી.એસ.આઈ. બી.એલ. રાવલ  તથા સ્ટાફ એ.એસ.આઈ રાજદિપસિંહ ગોહિલ, હેડ કોન્સ.ભગીરથસિંહ ગોહિલ, પો.કોન્સ.હરપાલસિંહ ગોહિલ, પો.કોન્સ. કુલદીપસિંહ ગોહિલ, પો.કોન્સ.કૌશીકભાઈ સોરઠીયા એ રીતેના પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હેડ કોન્સ.ભગીરથસિંહ ગોહિલ તથા પો.કોન્સ.હરપાલસિંહ ગોહિલને સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે મહેશભાઇ ઉર્ફે માંદો ભનુભાઇ પોપલા જાતે. રાવળદેવ રહે.ઉગામેડી ગામ,જડેશ્વર મંદિર પાસે તા.ગઢડા જી.બોટાદ વાળો  તથા જસમતભાઈ ધુડાભાઈ સરાવા જાતે-પગી રહે.ઉગામેડી ગામ, તા.ગઢડા જિ.બોટાદ વાળાઓ બન્ને ઉગામેડી,પરા વિસ્તાર માંથી ઉગામેડી ગામના બસ સ્ટેન્ડ તરફ ચોરાઉ મો.સા. લઈ આવી તેની હેરફેર કરે છે તેવી બાતમી આધારે વોચ ગોઠવી બાતમીવાળા બન્ને ઇસમને બે મોટરસાયકલ સાથે પકડી પાડી આગવીઢબે પુછપરછ કરતા બન્ને મો.સા. અંગે ગલ્લાતલ્લા કરવા લાગેલ અને કોઇ આધાર રજુ નહી કરતા બન્ને મો.સા. કબ્જે કરી તથા આરોપીઓને ધોરણસર અટક કરી પોલીસ સ્ટેશને લઇ જઇ સઘન પુછપરછ કરતા આરોપીએ બન્ને મો.સા.અંગે હકીકત જણાવેલ જેમાં એક મો.સા. બન્ને આરોપીઓએ સાથે મળી ગઈ તા.૦૧/૦૬ના રોજ બપોરના એકાદ વાગ્યે સર ટી.હોસ્પિટલ ભાવનગર ખાતેથી તેમજ બીજુ મો.સા આરોપીએ આજથી વિસેક દિવસ પહેલા સર ટી.હોસ્પિટલ ભાવનગર ખાતેથી સાંજના પાંચ-છ વાગ્યે ચોરી કરેલ હોવાની કબૂલાત  આપતા આરોપી વિરૂધ્ધ ગઢડા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ.

Previous articleશિશુવિહારમાં કવિઓનો સન્માન સમારોહ
Next articleભાદરવો અસલ મિજાજમાં તાપમાન ૩૬ ડિગ્રી પહોંચ્યું