ચોમાસાના અંતિમ માસ એવા ભાદરવા માસના દિવસો અકરા ઉનાળા જેવા જઈ રહ્યા છે. દિવસ અને રાત્રી તાપમાનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. હાલ મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રીને પાર થતા આકરા ઉનાળાની અનુભૂતિ લોકો કરી રહ્યા છે.
ભાદરવો માસ એટલે ચોમાસાની વિદાયનો સમય કાળ ગણાય છે. આ સમય ગાળા દરમ્યાન ખંડવૃષ્ટી રાજયમાં નોંધાણી હોય છે. પરંતુ ભાવનગર શહેર જીલ્લામાં જુલાઈ માસ બાદ કરતા ઓગષ્ટ કે સપ્ટેમ્બર માસમાં નોંધપાત્ર વરસાદ નહિ પરંતુ નહિવત્ વરસાદ વરસ્યો છે. પરંતુ છેલ્લા એક માસ કરતા વધુ સમયથી કોઈપણ જગ્યાએ વરસાદ નોંધાયો નથી આથી વિપરીત તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સામાનતઃ વર્તમાન સમયે તાપમાન ર૮ થી ૩ર ડીગ્રી વચ્ચે હોવું જોઈએ પરંતુ તાપમાનમાં સતત વધારો થવાના કારણે લોકો દિવસભર આકરા તાપ સાથે અકળાવનારી ગરમીનો સામનો કરી રહ્યા છે.
હાથીયા નક્ષત્રમાં પણ મેઘ નહિ – નિરાશા
ચોમાસાના સમાપન સમયે નોંધપાત્ર વરસાદ માટે પ્રખ્યાત એવા હાથીયા (હસ્ત) નક્ષત્રમાં તોફાની વરસાદની સંભાવનાઓ હંમેશા બળવત્તર બનેલી હોય છે. પરંતુ આ વૃષે લોકો – ખેડુતોની આશા ઠગારી નિવડી છે. આ નક્ષત્રના પ્રારંભ બાદ એક બાદ એક દિવસો પસાર થઈ રહ્યા છે પરંતુ આકાશ ચોખ્ખુ ચણક જોવા મળી રહ્યું છે. વારસાદી વાદળના દર્શન સુધ્ધા નથી !