કાયદેસર રીતે હું શું કરી શકુ એ વિચારું છું : તનુશ્રી

1097

હોનહાર અભિનેત્રી તનુશ્રી દત્તાએ સિનિયર અભિનેતા નાના પાટેકર પર છેડછાડના કરેલા આક્ષેપના મુદ્દે બોલિવૂડમાં બે ભાગ પડી ગયા હોય એવી છાપ પડી હતી.

નાના સાથે અગાઉ કામ કરી ચૂકેલા કેટલાક કલાકારો જેવા કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, સુપર સ્ટાર આમિર ખાન અને સુપર સ્ટાર સલમાન ખાન જેવાએ નાના આવું કરે નહીં એવો અભિપ્રાય વ્યક્ત કર્યો. જ્યારે અભિનેતા ફિલ્મ સર્જક ફરહાન અખ્તર, અભિનેત્રી રિચા ચડ્ડા અને સ્વરા ભાસ્કર આગળ આવ્યા હતા. રિચાએ ટ્‌વીટર પર લખ્યું કે માત્ર પબ્લિસિટી મેળવવા તનુશ્રી આવું કરે એ વાત ગળે ઊતરતી નથી. એની સાથે સેટ પર જે બન્યું એ ખરેખર દુઃખદ છે. એનો અપરાધ માત્ર એટલો છે કે એણે આવા વર્તન સામે અવાજ ઊઠાવ્યો છે.

Previous articleકોમેડી સૌથી મુશ્કેલ કામ હોય છેઃબલરાજ
Next articleઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ માટે પાક.ટીમ જાહેર : મો.આમિર બહાર