એશિયા કપમાં બાંગ્લાદેશના હાથે હારીને બહાર થયા બાદ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમની ઘોષણા કરી દીધી છે. આ ટીમમાં ખરાબ ફોર્મથી જજુમી રહેલા મોહમ્મદ આમિરને સ્થાન આપવામાં અવ્યું નથી. તેને ૧૭ સભ્યની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આમિર હાલની એશિયા એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. પાકિસ્તાન આવતા મહિને સંયુક્ત અરબ અમિરાત (ેંછઈ)માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બે ટેસ્ટની સિરીઝ રમશે.
ઝડપી બોલર આમિર એશિયા કપમાં એક પણ વિકેટ લઇ શક્યો નહી અને તેને ટીમની બે મેચોની અંતિમ એકાદશમાં પણ સ્થાન આપવામાં આવ્યું ન હતું.
અત્યાર સુધીમાં ટેસ્ટ વિશેષજ્ઞ તરિકે ટીમમાં રહેલા શાન મસૂદને આ સિરીઝમાં તેની પસંદગી કરવામાં આવી નથી. પસંદગીકર્તાઓએ અઝહર અલી, ઇમામ ઉલ હક અને ફખર જમાં સ્વરૂપે ત્રણ સલામી બેટ્સમેનની પસંદગી કરી છે. ત્યાં જ પસંદગીકર્તાઓએ રિઝવાનનાં રૂપમાં વધુ એક વિકેટકિપર પણ ટીમમાં શામેલ કર્યો છે.
ટીમઃ સરફરાઝ અહમદ (કેપ્ટન/વિકેટકીપર), અઝહર અલી, ઇમામ ઉલ હક, ફખર જમાં, બાબર આઝમ, અશદ શફિક, હારિશ સોહેલ, ઉષ્માન સલાહુદ્દીન, મોહમ્મદ રિઝવાન, ફહીમ અશરફ, શાદાબ ખાન, બિલાલ આસિફ, યાસિર શાહ, મોહમ્મદ અબ્બાસ, વહાબ રિયાઝ, હસન અલી, મિર હમજા.