મહેસાણામાં રાજકીય પક્ષોને ઉદેશી દલીત સમાજના પ્રશ્નોના પોસ્ટરો લાગ્યા

783
gandhi4112017-3.jpg

દલિત સમાજે રાજકીય પક્ષોએ પ્રવેશ પર પ્રતિબંધ્ધ લાદતાં શહેરના ૩ વિસ્તારોમાં ગુરૂવારે સાંજે બેર્નરો લગાવ્યા હતા. આ બેર્નરોમાં સરકાર પાસે રાજ્યના દલિતોની સાથે સ્થાનિક દલિતોના પડતર પ્રશ્નોનો હિસાબ માંગતા લખાણો જોવા મળ્યા હતા. ગુરૂવાર સાંજે ૫.૩૦ વાગ્યાના સુમારે શહેરના આંબેડકર ચોક, ડેરિયાવાસ અને રોહિતનગર વિસ્તારમાં દલિત સમાજ દ્વારા બેર્નરો લગાવી રાજકીય પક્ષોને આ વિસ્તારોમાં પ્રવેશ ન કરવા સુચન આપતા બેર્નરો લગાવાયા હતા.
આ બેર્નરોમાં થાન હત્યાકાંડ, ઉના હત્યાકાંડ, રિઝર્વેશન એક્ટની માંગણી, ખાનગીક્ષેત્રમાં અનામત, અનુ.જાતિ સબ પ્લાનના નાણાંનો હિસાબ, એટ્રોસિટીનો કાયદો, ૨૦ લાખને તાલિમ અપાઇ છતાં રોજગારી કેમ નહી, આંગણવાડી બહેનોની અટકાયતનો મામલો, દલિતો પર ખોટા કેસોનો મામલો, ફક્ત કાગળો પર ફાળવાયેલી જમીનનો કબ્જો આપવા જેવી માંગણીઓ દર્શાવાઇ છે.

Previous articleમહંતસ્વામી હાથ ઝાલે પછી મારે શું ચિંતા? : મોદી
Next articleજનવિકલ્પની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા આજથી બાપુના વસંતવગડે શરૂ