જન વિકલ્પ પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જન વિક્લપની પ્રદેશ કારોબારી પાર્ટીના કેપ્ટન શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ૪ નવેમ્બરના રોજ તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાન વસંતવગડોમાં મળશે.
તેમણે એમ પણ કહ્યું કે વિધાનસભાની ચુંટણીમાં જનવિકલ્પ પાર્ટીના ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પણ ૪ નવેમ્બરથી વસંતવગડો ખાતે શરૂ થશે. ૪ નવેમ્બરના રોજ બપોરે ૨.૦૦ કલાકે કચ્છ જિલ્લાની બઠેકોની ચર્ચા થશે. એ જ દિવસે સાજે ૪.૦૦ વાગે સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાની બેઠકોના ઉમેદવારોની પસંદગી થશે. તેમણે એમ પણ કહ્યું કે ૫ નવેમ્બરના રોજ બપોરે ૨.૦૦ વાગે જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાની બેઠકો હાથ ધરાશે. સાંજે ૪.૦૦ વાગે પોરબંદર, જુનાગઢ અને ગિરસોમનાથની બેઠકો હાથ ધરાશે. ૬ નવેમ્બરના રોજ બપોરે ૨.૦૦ કલાકે અમરેલી, ભાવનગર, બોટાદ અને સાંજે ૪.૦૦ વાગે નર્મદા તથા ભરૂચ જિલ્લાની બેઠકો હાથ ધરાશે. ૭ નવેમ્બરના રોજ બપોરે ૨.૦૦ વાગે સુરત જિલ્લો, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની બેઠકો ચર્ચાયા બાદ સાંજ ૪.૦૦ વાગે સુરત શહેરની બેઠકો હાથ પર લેવાશે. ૪ નવેમ્બરથી ૭ નવેમ્બર દરમ્યાન જનવિકલ્પના ઉમેદવારો પસંદ થઈ જશે.