સુપ્રિમના નિર્ણયથી દેશની મહિલાઓની પીડામાં વધારો થશે : સ્વાતિ માનીવાલ

801

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલીવાલને વ્યભિચાર (એડલ્ટરી) અંગે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને ‘મહિલા વિરોધી’ ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આઈપીસીની કલમ ૪૯૭ ને અસંવૈધાનિક ગણાવીને તેને રદ કરી દેવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના આ નિર્ણય અંગે અસહમતી દર્શાવતા સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે, ‘આ પ્રકારથી તમે દેશના લોકોને લગ્ન કર્યા હોવા છતાં પણ બીજાની સાથે અનુચિત સંબંધ રાખવાનું ખૂલ્લું લાઈસન્સ આપી દીધું છે. આ ચુકાદા પછી લગ્નનું ઔચિત્ય શું છે? દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષાએ આઈપીસીની કલમ ૪૯૭ ની પણ નિંદા કરી હતી. માલીવાલે કહ્યું હતું કે, આ કલમ સમાન હોવી જોઈતી હતી. જેમાં વ્યભિચાર કરવા અંગે મહિલા અને પુરુષ બંનેને સમાન દંડ આપવાની વ્યવસ્થા હોવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે, આ નિર્ણયથી દેશની મહિલાઓની પીડામાં વધારો થવા જઈ રહ્યો છે. હું આ ચુકાદાની સાથે સહમત નથી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે વ્યભિચાબે અસંવૈધાનિક ગણાવીને તેના ગુનાની શ્રેણીમાંથી બહાર રાખવા માટેનો ચુકાદો આપ્યો છે. પાંચ જજોની સંવૈધાનિક બેચે પોતાના બહુમતના નિર્ણયમાં વ્યભિચારને અપરાધ નથી માન્યો પરંતુ કહ્યું છે, આ બાબત છૂટાછેડા માટેનો આધાર બની શકે છે.

Previous articleહૈદરાબાદમાં અટલ વાજપેયીનું સ્મારક બાંધશે તેલંગણા સરકાર
Next articleએસઓજીએ લેન્સર કારમાંથી પર હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો