એસઓજીએ લેન્સર કારમાંથી પર હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો

1403

ગાંધીનગરમાં એસઓજીના અધિકારીઓ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન શંકાથી સેકટર – ૩૦ મેઈન શોપીંગ પાસે સફેદ કલરની લેન્સર કારને રોકતાં તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે સફેદ કલરની લેન્સર કાર નં. જીજે-૧-કેબી-૬૮૭પ શંકાસ્પદ ફરી રહી હોવાની બાતમીને આધારે રોકતાં તપાસ દરમિયાન કારચાલક અને તેની સાથેનો ઈસમ કાર મુકી નાસી ગયા હતા. અને કારમાંથી ઓલ્ડ પ્રોફેસર પ્રિમીયમ વિસ્કીની પેટી ૧૧ નંગ મળી કુલ ૧૩ર બોટલો વિદેશી દારૂની જેની કિંમત રૂ. પર,૮૦૦ થાય છે તે ઝડપી પાડી હતી. આમ વિદેશી દારુ અને કાર સહિત ર,પર,૮૦૦ નો મુદામાલ કબજે કરી સે.-ર૧ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleસુપ્રિમના નિર્ણયથી દેશની મહિલાઓની પીડામાં વધારો થશે : સ્વાતિ માનીવાલ
Next articleકલોલમાં ગેરકાયદેસર દબાણો તોડવા વેપારીઓનુ મામલતદારને આવેદન