ચૂંટણીઓમાં સામાન્ય રીતે રાજકીય માણસોનું ચૂંટણીના કામમાં છીએ કહી એક પ્રકારનું વેકેશન શરૂ થઈ જાય છે. એવા સંજોગોમાં સેવાને કર્મ સમજતા ગાંધીનગરના કોર્પોરેટર નાજાભાઈએ નગરમાં સે.-૧ર માં બનતા અને ખાસ કરીને ધાર્મિક સ્થળો આગળ બનતા રોડ-રસ્તાનું જાતે સુપરવિઝન જ નહીં પરંતુ કવોલીટી કંટ્રોલ પણ કરી એક અનોખું ઉદાહરણ પુરુ પાડયું હતું.
તેમણે સેવા એ જ ચૂંટણી પ્રચાર છે એમ કહી પોતાનું કર્મ મહત્વનું ગણાવ્યું હતું. અત્યારે ચોમાસા બાદ સાવ ખરાબ થઈ ગયેલા નગરના આંતરિક રસ્તાનું કામ ચાલી રહ્યું છે. તેવા સંજોગોમાં ચૂંટાયેલા નેતાઓ કયાંય નજરે પડતા નથી. કોંગ્રેસમાંથી ખુરશી માટે પક્ષ પલટો કરી આવેલા મેયર વિરોધપક્ષમાં હતા ત્યારે પ્રજાના તમામ પ્રશ્નો મેયરની ખુરશી મળતા ભુલી ગયા છે ત્યારે એક નગર સેવકના સ્થળ પર હાજર રહી સેવા કરવાના કામને સલામ કરી શકાય.