દામનગર આંગણવાડીમાં કુપોષણ મુકત ભારત અભિયાનનું સમાપન

751

દામનગર શહેરની આંગણવાડી કેન્દ્ર નંબર  ૧૦૫ ખાતે કુપોષણ મુક્ત ભારત અભિયાન સમાપન પ્રસંગે આઈ સી ડી એસ અધિકારી કાશ્મીરાબેન ભટ્ટ નવનિયુક્ત પીએસઆઈ યશવંતસિંહ ગોહિલ દીપ પ્રાગટય કરી સરકાર અભિગમ અંગે સુંદર સમજ આપી હતી કુપોષણ અભિયાન અંગે પી એસ આઈ યશવંતસિંહ ગોહિલે સરકર દ્વારા  કુપોષણ અંગે ચાલતા અભિયાન અંગે સુંદર ઉદેશો જણાવ્યા હતા. નવનિયુક્ત પાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ સદસ્યો સહિત શહેરભરના સામાજિક અગ્રણીઓ દામનગર શહેર ચેમ્બર ઓફ કોમર્સના અમરશીભાઇ નારોલા, નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા, ઉપપ્રમુખ હરેશભાઇ પરમાર, સંજયભાઈ તન્ના, ઘનશ્યામભાઈ પરમાર, કોશિકભાઈ બોરીચા, ગોપાલભાઈ ચુડાસમાં,  હિમતભાઈ આલગિયા, પ્રીતેશભાઈ નારોલા, ધ્રુવભાઈ ભટ્ટ, ચિરાગભાઈ સોલંકી મહેન્દ્રભાઈ પરમાર સહિત અનેકો સામાજિક અગ્રણીઓ વિવિધ વિસ્તારોમાંથી વાલીઓ અને બાળકોની ઉપસ્થિતિમાં રંગારંગ કાર્યક્રમ  યોજાયો હતો. સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત લોક સંપર્ક અભિયાન કુપોષણ મુક્ત ભારત અભિયાન સમાપન સમારોહ યોજાયો જેમાં શહેરની તમામ આંગણવાડી વર્કર હેલ્પર અને બાળકો વાલીની વિશાળ હાજરીમાં ભવ્ય સમારોહ સંપન્ન થયો હતો આંગણવાડીની બહેનો દ્વારા પોષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયુ હતું.

Previous articleઠાડચ ગામે ગોપાલગીરીબાપુની પ૬મી પુણ્યતિથી મહોત્સવ સોમવારે ઉજવાશે
Next articleરમતોત્સવમાં નાની રાજસ્થળી શાળાની સિધ્ધી