બરવાળાની ઝબુબા હાઈ.ના વિદ્યાર્થીના હાથમાં સળીયો ઘુસી જતા ગંભીર ઈજા

886

બરવાળા ખાતે આવેલી ઝબુબા હાઈસ્કુલના ધો-૧૦ ના વિદ્યાર્થીને રમતા રમતા દિવાલ ઉપરનો સળીયો ઘુસી જતા શાળા પરીરસમાં ચકચાર મચી ગઈ હતી જેને સારવાર અર્થે બરવાળા ઈમરજન્સી ૧૦૮ ના ઈએમટી રામદેવસિંહ ગોલિહ તેમજ પાયલોટ લાભુભાઈ નાકીયા ધ્વારા સારવાર અર્થે બોટાદ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

બરવાળા મુકામે આવેલી ઝબુબા હાઈસ્કુલ ખાતે ધો.૧૦ માં અભ્યાસ કરતો ધવલભાઈ મુકેશભાઈ ચાવડા રહે.બરવાળા તા.ર૮/૦૯/ર૦૧૮ ના રોજ સવારના ૧૧ઃ૩૦ વાગ્યાના અરસામાં રમતા-રમતા દિવાલ ઉપરના લોખંડના સળીયો પકડતા લોખંડનો સળીયો હાથમાં ઘુસી ગયો હતો સળીયો હાથમાં ઘુસી જતા ગંભીર લોહીયાળ ઈજાઓ પહોંચતા વિદ્યાર્થી ધ્વારા બુમાબુમ કરતા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો,ડોકટર સહિતના લોકો ઈજાગ્રસ્ત વિદ્યાર્થી પાસે પહોંચી ગયા હતા અને હાથમાં ઘુસી ગયેલ સળીયાને ડ્રીલ વડે કાપવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીને બરવાળા ઈમરજન્સી ૧૦૮ ધ્વારા પ્રાથમિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ બોટાદની ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયા ડોકટરની ટીમ ધ્વારા ઓપરેશન કરી હાથમાં ઘુસેલ સળીયો ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.

Previous articleરમતોત્સવમાં નાની રાજસ્થળી શાળાની સિધ્ધી
Next articleદામનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે ગોબરભાઈ નારોલા ચૂંટાયા