ગાંધીનગરમાં ૮૪૦ માંથી ૬૧૪ પરવાનેદાર હથિયારો જમા લઈ લેવાયા

1081
gandhi4112017-4.jpg

ગાંધીનગર જિલ્લામાં તા.૧૪ ડિસેમ્બરના રોજ યોજાનારી પાંચ વિધાનસભાની બેઠકોની ચૂંટણી માટે જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લામાં આચારસંહિતા લાગુ થઈ ગયાથી અત્યાર સુધીમાં રપપ૦ પોસ્ટર્સ, બેનર્સ અને દિવાલ પરના લખાણો હટાવવામાં આવ્યા છે. 
જિલ્લાના ૧૩૩૯ મતદાન મથકો ઉપર ઈવીએમ અને વીવીપેટ મશીનથી ચૂંટણી યોજાવાની છે ઉપલબ્ધ થઈ ગયા છે. એટલું જ નહીં જિલ્લામાં આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ ૮૪૦માંથી ૬૧૪ જેટલા પરવાનેદાર હથિયારો જમા કરાવવામાં આવ્યા છે. જ્યારે ર૩૪ જેટલા હથિયારો જમા લેવા માટેની તજવીજ શરૃ કરવામાં આવી છે.  
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચુકયું છે. બે તબક્કામાં યોજાનારી આ ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર મતદાન યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સંદર્ભે તમામ તૈયારીઓ પુરજોશમાં શરૃ કરી દેવામાં આવી છે. ત્યારે જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ માટે પણ તંત્ર દ્વારા દોડધામ કરવામાં આવી છે.  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સતીષ પટેલે આજે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી સંદર્ભે ચૂંટણી તંત્ર મતદાર જાગૃતિથી લઈ મતદાન સુધીની તમામ પ્રક્રિયાઓ માટે સુસજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન વપરાતા ઈવીએમ,વીવીપેટ જેવા મતદાન માટે જરૃરી સાધનોની તાલીમ તેના માસ્ટર્સ ટ્રેનર દ્વારા કર્મચારીઓ, અધિકારીઓને આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આચારસંહિતા ભંગના કિસ્સામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિર્ભય અને શાંતિપૂર્ણ   માહોલમાં મતદાન થાય તે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. ગામમાં વીવીપેટ અને ઈવીએમ સંદર્ભે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહયું છે. અત્યાર સુધીમાં ગાંધીનગર શહેર સહિત ૭૩ ગામોમાં ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર ઉત્તર દક્ષિણના ૨૮, માણસાના ૧પ અને દહેગામના આઠ ગામોનો સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લામાં આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ ૮૪૦ માંથી ૬૧૪ જેટલા પરવાનેદાર હથિયારો જમા કરાવવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેલા ર૩૪ હથિયારો જમા લેવા માટેની કામગીરી પોલીસ તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએથી રપપ૦ જેટલા પોસ્ટર્સ, બેનર્સ અને દિવાલ પરના લખાણો હટાવવામાં આવ્યા છે. એટલું જ નહીં જ્યાં પણ આ સંદર્ભે ફરીયાદ મળે ત્યાં તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરવામાં આવે છે. તો બીજી બાજુ જિલ્લામાં ૧૩૩૯ જેટલા મતદાન મથકોએ મતદાન થવાનું છે 
જેથી વીવીપેટ અને ઈવીએમ મશીનોની ઉપલબ્ધતા પણ કરી દેવામાં આવી છે.

Previous articleવરુણ પટેલ કેસ કાંડમાં ૨૧મી નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે
Next articleરાજુલાના સોશ્યલ મિડીયામાં સિંહના નોર (નખ)ના ફોટા વાયરલ