બરવાળા નગરપાલિકાની પ્રમુખ-ઉપ પ્રમુખના હોદાની અઢી વર્ષની મુદત પુર્ણ થતા નશીમબેન મોદન (નાયબ કલેકટર)ના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા કચેરીના સભાખંડમાં પ્રમુખ-ઉપ પ્રમુખની ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં સુરેશભાઈ ગોધાણી, બ્રિજરાજસિંહ ઝાલા સહિતના ભારતીય જનતા પાર્ટીના હોદેદારો,નગરજનો,વેપારીઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા અને બરવાળા નગરપાલિકાના પ્રમુખના હોદા માટે જુથવાદ થતા મતદાન કરી ચુંટણી યોજવામાં આવતા બળવંતસિંહ બાઘાભાઈ મોરી(ભોલાભાઈ) ૧૪ મતો મેળવી બહુમતીથી વિજેતા થયેલ હતા.
બરવાળા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના અઢીવર્ષની તા.૩૦/૯/ર૦૧૮ ના રોજ મુદત પુર્ણ થતા તા.ર૮/૦૯/ર૦૧૮ ના રોજ કચેરીના સભાખંડમાં નશીમબેન મોદન (નાયબ કલેકટર બરવાળા)ના અધ્યક્ષ સ્થાને ચુંટણી કાર્યવાહિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.બોટાદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન ધ્વારા પ્રમુખના હોદા માટેનું મેન્ડેડ કમલેશભાઈ જશુભાઈ રાઠોડનું આપવામાં આવતા નગર પાલિકાના ચુંટાયેલા સદસ્યો ધ્વારા મેન્ડેડનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેના કારણે પ્રમુખના હોદા માટે મતદાન કરી ચુંટણી યોજવામાં આવી હતી.જેમાં કમલેશભાઈ જશુભાઈ રાઠોડ તેમજ બળવંતસિંહ બાઘાભાઈ મોરી(ભોલાભાઈ) બન્ને સભ્યોએ પ્રમુખના હોદા માટે ઉમેદવારીપત્રો ભરી ચુંટણી અધિકારીને રજુ કર્યા હતા જેના કારણે પ્રમુખ પદના બન્ને ઉમેદવારો માટે હાજર ર૪ (ચોવીસ) સભ્યો ધ્વારા મતદાન કરાવી ચુંટણી યોજવામાં આવી હતી જેમાં કમલેશભાઈ રાઠોડને ૮(આઠ) મત મળ્યા હતા જયારે બળવંતસિંહ મોરીને ૧૪(ચૌદ) મત મળ્યા હતા જયારે ર(બે) સભ્યોએ મતદાન નહિ કરી તટસ્થ રહયા હતા. જયારે ઉપ-પ્રમુખના હોદા માટે રાજુભાઈ લક્ષ્મણભાઈ જાદવ બીન હરીફ ચુંટાઈ આવ્યા હતા.