એસ.વી.એસ-ર (ધ્યાન)નું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું. જેમાં ૪પ કૃતિઓ અલગ-અલગ પ વિભાગમાં રજુ થઈ. વિભાગ-૧ (એ) કૃષિ અને સજીવ ખેતીમાં કુમારશાળા (માધ્યમિક વિભાગ), નિલમબાગ ભાવનગરે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. આ કૃતિ જીલ્લા કક્ષાના પ્રદર્શન માટે આગળ મોકલવામાં આવશે. આ કૃતિ શાળાના વિદ્યાર્થીઓ જોષી જય અશોકભાઈ અને પરમાર જયરાજ ધર્મેન્દ્રસિંહ દ્વારા નિર્મિત કરવામાં આવેલ. શાળાના શિક્ષક મહેતા નીરવભાઈ અને મકવાણા પરેશભાઈ દ્વારા માર્ગદર્શન સાંપડેલ.