રાજુલા તાલુકાના જાપોદરથી વાવડી રોડ અતિ બિસ્માર બનતા ભારે હાલાકી પડી રહી છે. આ બાબતે માર્ગ મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસ તાલુકા પંચાયતના પ્રમુખ બી.બી. લાડુમોરે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ માર્ગ પર હાલ મહાકાય ગાબડાઓ પડી ગયા છે. ભારે લોડીંગ વાહનોના પરિવહનથી આખો માર્ગ તુટી ગયો છે. પરિણામે ટુ વ્હીલર ફોર વ્હીલર ચાલી શકતા નથી. દર્દીઓને લઈ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં આ માર્ગ બનાવવામાં નથી આવતો. આજે જિલ્લા પંચાયત તેમજ માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરાઈ છે.