રાજુલા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા દ્વારા રાજુલા ડેપો મેનેજરને રજુઆતમાં ગંભીરતાપુર્વક જણાવાયું કે એસ.ટી. બસો બાબતે રાજુલાથી ભાવનગર જવા માટે કોવાયા મહેસાણાનો ટાઈમ સવારના પ-૩૦નો હતો તે બરોબર હતો. જેમાં રાજુલાથી ભાવનગર જતા દર્દીઓ, વેપારીઓ વિદ્યાર્થીઓ ટાઈમસર ભાવનગર પહોંચી જતા હતા હવે તે જ બસનો ટાઈમ સવારે ૬-૩૦ કલાકનો કરી નાખતા તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ન તો ભાવનગર હોસ્પિટલ કે દવાખાનાનો ટાઈમ સચવાઈ છે કે આવતા જતા વિદ્યાર્થી અને વેપારીઓનો ટાઈમ સચવાઈ છે તેનો ટાઈમ પ : ૩૦નો ઉપડવાનો હતો તે અને રાજકોટથી રાજુલા આવવા માટે સાંજના પ પછી કોઈ બસની સુવિધા નથી એટલે તે પણ ઉપર મુજબ હાલાકીનો સામનો કરી રહ્યા હોય જે રાજકોટથી સાંજના ૭-૩૦ થી ૮ વાગ્યે રાજુલા આવવા માટે બસ શરૂ થાય અને રાજુલાથી ઓખા બસનો ટાઈમ પ-૪પ છે. તે બરોબર છે પણ તેમાં ડ્રાઈવર કંડકટર ફીકસ નથી ફરતા ફરતા ડ્રાઈવર કંડકટર અન્ય બસો આવે તેમાથી ઉતારી મન ફાવે તે ડ્રાઈવર કંડકટરને મુકાય છે જે તે ડ્રાઈવર કંડકટર બીજી બસના આવે ત્યા સુધી રહ જોવાઈ છે સ્ટાફ સારો જ છે જેની પેસેન્જરોમાંથી કોઈ ફરિયાદ નથી પણ ડ્રાઈવર કંડકટરની ઘટ હોય તો તે ઘટ પુરવા માંગ કરાઈ છે તેમજ ડેપોની તેમજ શૌચાલયોની સફાઈ અને શૌચાલયના ખાળકુવો ઉભરાઈ અને જે ગંદકી થાય છે. તેનાથી લોકો ત્રાહીમામ થઈ ગયા છે અને તે ખાળકુવો ઉલેચવા રાજુલા ડેપો પાસે ગાડી મશીન નથી તે અમરેલીથી આવે ત્યારે ખાળકુવો ખાલી થાય ત્યારે શૌચતલયનો લોક ઉપયોગ કરી શકે છે. આ તમામ બાબતે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાએ ધારદાર રજુઆત કરી છે.