ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજના આર્ટસ વિભાગ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટનું પ્રદર્શન યોજવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજની આર્ટસની વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ તેમને નકામી વસ્તુઓમાંથી નવી વસ્તુઓને આકાર આપીને ઉપયોગી વસ્તુઓ બનાવીને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું પ્રદર્શન કોલેજના ઓડી. હોલમાં યોજવામાં આવ્યું હતું. જે કોલેજની દરેક વિદ્યાર્થીનીઓએ નિહાળીને યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું.