આજરોજ ભાવનગર પધારતા પરમ પૂજય મહંતસ્વામી મહારાજ

1329

પરમ પુજય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક વારસદાર પરમ પુજય મહંતસ્વામી મહારાજ શનિવારે સાંજે ભાવનગર પધારી રહ્યા છે ત્યારે પૂજય મહંતસ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત કાળીયાબીડની પાણીની ટાંકી પાસેથી વિશિષ્ટ સ્વાગત કરવામાં આવશે ત્યારે પછી પૂ. મહંતસ્વામી મહારાજ અક્ષરવાડી પધારશે.

તા. ર૯-૯ શનિવારથી તા. ૧૦-૧૦ બુધવાર સુધી બાર દિવસ અષરવાડી ખાતે ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર વિશ્વ વંદનીય હૃદય સમ્રાટ પરમ પૂજય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં બ્રહ્મના સંગે બ્રહ્મના રંગે થીમ આધારિત દેશવિદેશના સંતો-મહંતો હરીભક્તોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ રીતે દિન ઉજવાશે. રોજ સવાર સાંજ સાવધ કિર્તન ભક્તિ, પ્રરેક સંતોના પ્રવચનો, છટાદાર સંવાદો, આકર્ષક લોક નૃત્ય, દ્રષ્ય શ્રાવ્ય કાર્યક્રમનોી પ્રભાવન પ્રસ્તુતી થશે. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રાતઃ પુજાના દર્શન તથા અમૃતવાણીનો લાભ દરરોજ સવારે પ-૧પ થી ૭-૧પ રહેશે. જેનો લાભ દરેક ભાવીક જનતા લઈ શકશે.

દરરોજના કાર્યક્રમો સાંજના પ-૩૦ થી ૮ રહેશે. આ કાર્યક્રમો અક્ષરવાડીના સંકુલમાં જ રહેશે. તા. ૩ૅ૦-૯ને રવિવારે બાળદિન ઉજવાશે. વર્ષ દરમ્યાન વ્યસનમુક્તિ અભિયાન, બાળકોમાં સંસ્કાર સીંચનના કાર્યક્રમો જેવા કાર્યો કર્યા છે. તેની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમો નિહાળવા ભાવનગરની જનતાને જાહેર અનુરોધ કરાયો છે.

Previous articleભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા નવી સાત બસો શરૂ કરાઈ
Next articleનેત્રહીન વિદ્યાર્થીઓના પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે વિશિષ્ટ પ્રદર્શનની ૭પ૦૦ લોકોએ મુલાકાત લીધી