દામનગર શહેરના દશા શ્રીમાળી જૈન સંઘ દ્વારા આયોજીત દિક્ષાર્થી શોભાયાત્રામાં માનવ સેલાબ રોડ રસ્તાની બન્ને સાઈડ દિક્ષાર્થીના દર્શનની એક ઝલક માટે કતારો લાગી હતી. દામનગરના મોટાણી પરિવારની દિકરી કું.રિચાના પુરબીયા શેરી નિવાસસ્થાનથી સવારના આઠ કલાકે નિકળેલીશોભાયાત્રા શહેરભરના રાજમાર્ગો પર ફરી હતી. દિક્ષાર્થી રિચા મોટાણી સાથે મુંબઈના જૈન વણિક સિધ્ધાર્થની પણ શોભાયાત્રા બન્ને દિક્ષાર્થીને એક રથમાં શહેરની બજારમાં વરસીદાન કરતા વેપારીઓમાં વૈરાગ્ય ભાવના હાથ પડ્યું વરસી દાનમાં દિક્ષાર્થીના પ્રભાવના મેળવતા શહેરીજનો દિક્ષાર્થીની શોભાયાત્રામાં અઢારે વર્ણની હાજરી રથ યાત્રાની એક તરફની બીજી તરફ જઈ ન શકાય તેવી હાજરી જૈન-જૈનોતર સહિત મુસ્લિમ દાઉદી વ્હોરા સમાજની હાજરી સમગ્ર શહેરમાં દિક્ષાર્થીના દર્શનની ભીડથી બજારોમાં વાહન પ્રવેશબંધ દર્શનિય જૈન સતી રત્નો પણ નવદિક્ષિતની શોભાયાત્રાથી ગદગદિત થયા હતા.બપોરના જૈન ઉપાશ્રયે શોભાયાત્રા પહોંચી શહેરીજનોએ ઉભા રહી સતી રત્નોના વ્યાખ્યાન પ્રવચન સાંભળ્યા. એટલી મેદની જૈન મહાજન વાડીમાં પ્રવેશ કરવો મુશ્કેલ બનેલ. દામનગર શહેરને ઠેર-ઠેર કમાન-દરવાજા કટઆઉટ ધજા પતાકા બેનર હોર્ડીંગથી સુશોભિત કરાયું હતું. દિક્ષાનો પ્રસંગ ભવ્ય રીતે સંપન્ન થયો હતો.