રાજુલામાં ચૂંટણી સંદર્ભે સુરક્ષા દળો દ્વારા ફલેગમાર્ચ યોજાઈ

733
guj4112017-2.jpg

જાફરાબાદ નાગેશ્રી ખાંભા ૯૮ વિધાનસભા અંતર્ગત કાયદો વ્યવસ્થા જાળવવા સુરક્ષાદળોના ૧૦૦ જવાનો તેનાત ડેપ્યુટી કલેકટરના આદેશ અને નવનિયુક્ત પીઆઈ જાડેજાના માર્ગ દર્શનથી સંવેદનશીલ વિસ્તારોમાં યોજાઈ ફલેગ માર્ચ લોકો જોવા બહાર નિકળી પડ્યા રાજુલા જાફરાબાદ નાગેશ્રી ખાંભા ૯૮ વિધાનસભાના પડઘમ વાગી રહ્યા હોય તંત્ર પણ સાબુદ થઈ રહ્યુ છે 
૧૦૦ સુરક્ષા દળોના જવાનો તૈનાત કરાયા ડેપ્યુટી કલેકટર ડાભી તેમજ પીઅઆઈ જાડેજાના માર્ગ દર્શનથી સંવેદનશીલ વિસ્તારોમાં યોજાઈ ફલેગમાર્ચ લોકો ઘરની બહાર નીકળી ગયા જોવા તેમજ આજે ડેપ્યુટી કલેકટર ડાભી દ્વારા બુથો બાબતે પોલીસદળ સાથે ગહન ચર્ચા અને આદેશો આપવા ખાસ મીટીગનું આજે આયોજન થયુ ગમે તેવા અસામાજીક તત્વોના ગમે તેવા પડકારોને પહોચી વળાશે ભારતીય સંવીધાન મુજબ જ ‘૯૮’ વિધાનસભાની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા ૧૦૦% જળવાય તેવી ગહન ચર્ચાઓ કરાઈ તેમજ પોલીસ મથકના પીઆઈ દ્વારા ફલેગમાર્ચમાં સ્થાનીક પોલીસ જવાનો માર્ગદર્શન માટે ડવભાઈ તેમજ હે કો રાધેશ્યામભાઈને ૧૦૦ કમાન્ડો સાથે શહેરના રાજમાર્ગો તેમજ બુથ સ્ટેન્ડોની જાણકારી અપાઈ હતી.

Previous articleદામનગરમાં નિકળેલી દિક્ષાર્થીઓની શોભાયાત્રામાં લોકો ઉમટી પડ્યા
Next articleરાજુલાનાં બાબરીયાધાર ગામે ૧૧મો સમુહ લગ્નોત્સવ યોજાયો