ભીમા કોરેગાંવ હિંસા મામલામાં નક્સલવાદી કનેક્શનના મામલામાં ધરપકડ અને ત્યારબાદ નજરબંધીની સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા કાર્યકરોને ફટકો પડ્યો છે. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આ ધરપકડ રાજકીયરીતે કરવામાં આવી નથી. કોર્ટે સીટ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ માંગને ફગાવી દઇને કાર્યકરની કસ્ટડીને ચાર સપ્તાહ વધારી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે પુણે પોલીસને વધુ તપાસ જારી રાખવા માટેનો આદેશ કર્યો હતો. ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં કાર્યકરને સુપ્રીમ કોર્ટ તરફથી ફટકો પડ્યો છે. સીટથી ઇન્કાર કર્યો છે. કસ્ટડીમાં વધારો કરી દીધો છે. સીટ તપાસની માંગને લઇને રજૂઆત થઇ રહી હતી. પાંચ કાર્યકર વરવરા રાવ, અરુણ ફરેરા, વરનાન, સુધા ભારદ્વાજ અને ગોતમ નૌલખાની પહેલા ધરપકડ અને ત્યારબાદ નજરકેદ હેઠળ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. હવે તેમની ધરપકડ પણ થઇ શકે છે. આ કાર્યકરોને તરત છોડી મુકવા અને તેમની ધરપકડના મામલામાં એસઆઈટી તપાસની માંગ માટે ઇતિહાસકાર રોમિલા થાપર અને અન્યો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ૨-૧ની બહુમતિથી ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં કાર્યકરો તરફથી કરવામાં આવેલી એવી દલીલને ફગાવી દેવામાં આવી હતી કે, તેમની ધરપકડ રાજકીયરીતે કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની સાથે જસ્ટિસ ખાનવીલકરે કહ્યું હતું કે, આ ધરપકડ રાજકીય અસહમતિના પરિણામ સ્વરુપે કરવામાં આવી નથી. બલ્કે એવા પુરાવા સપાટી ઉપર આવ્યા હતા કે, માઓવાદીઓ સાથેના સંબંધોના પુરાવા રહેલા છે. જસ્ટિસ ખાનવીલકરે કહ્યું હતું કે, આરોપીને આ બાબત પસંદ કરવાનો અધિકાર નથી કે, મામલાની તપાસ કઈ તપાસ સંસ્થા કરશે. એસઆઈટી મારફતે તપાસનો ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ભીમા કોરેગાંવ કેસમાં ધરપકડ કરવામાં આવેલા કાર્યકર ઇચ્છે તો રાહત માટે ટ્રાયલ કોર્ટમાં જઇ શકે છે. આ પહેલા કાર્યકર તરફથી રજૂ કરવામાં આવેલી અરજીમાં આ મામલામાં ખોટીરીતે કેસ કરવાની રજૂઆત કરીને એસઆઈટીની માંગ કરવામાં આવી હતી. બીજી બાજુ સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ચંદ્રચુડનું વલણ અલગ રહ્યું હતું. મહારાષ્ટ્ર પોલીસની તપાસને લઇને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ચંદ્રચુડે પોતાના ચુકાદામાં પાંચ આરોપીઓની ધરપકડ રાજ્ય દ્વારા તેમના અવાજને દબાવવાના પ્રયાસ તરીકે ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જે રીતે પોલીસે લેટર લીક કરી દીધા છે અને દસ્તાવેજો દર્શાવ્યા છે તેનાથી મહારાષ્ટ્ર પોલીસની પ્રવૃત્તિઓ પ્રશ્નોના ઘેરામાં આવી જાય છે. પોલીસે પબ્લિક ઓપિનિયન ઉભા કરવાના પ્રયાસ કર્યા છે.