રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે આહીર સમાજ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૧મો સમુહ લગ્નોત્સવ યોજાયો જેમાં આજે ૨૧ દીકરીઓને કન્યાદાન સમાજના મોભીઓ દ્વારા અપાયા હતા.
રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે આહીર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ-આહીર સમાજ સેવા સમિતિ બાબરીયાધાર ૧૧મો સમુહ લગ્નોત્સવ યોજાયો જેમાં સંતો મહંતો રાજકીય આગેવાનો હીરાભાઈ સોલંકી કમલેશભાઈ મકવાણા માજીધારાસભ્ય ડો.કનુભાઈ કળસરીયા માયાભાઈ આહીર સંત વિભુતિ ઉર્જા મૈયા બારપટોળી દાતા દાનાભાઈ ફાફડાવાળા સુકલભાઈ બળદાણીયા વિરોધ પક્ષના નેતા અમરેલી, સહિત સમાજ ઈતર સમાજના આગેવાનોની હાજરીમાં ભીમજીભાઈ કવાડના અધ્યક્ષ સ્થાને ૧૧મો સમુહલગ્નોત્સવ યોજાયો જેમાં ૨૧ દીકરીયુના મા બાપ બની દાતાઓએ દાનની સરવાણી વહેતી મુકી તેમજ સતત ૧ મહિનાથી જહેમત ઉઠાવતા બાબરીયાધારના સરપંચ અનિલભાઈ લાડુમોર જે માધાભાઈ લાડુમોરના માર્ગદર્શનથી રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોરની ટીમ તૈયાર કરાઈ જેમા લાખાભાઈ કલસરીયા દિવાતભાઈ નકુમ સુરેશભાઈ લાડુમોર ડો.લખન રાઠોડ આનંદભાઈ જીંજાળા તેમજ મગનભાઈ મથુરભાઈ જીજાળાની પણ હાજરીમાં ડોકટર સ્ટાફ રાજુલા મહુવા અને ખાંભાના આહીર સમાજના ડોકટરોએ સારી એવી સેવા બજાવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને સમુહલગ્નમાં જોડાનાર યુગલો તથા સમુહલગ્નનાં આયોજકોને શુભેચ્છા પાઠવી હતી.