જમ્મુ – કાશ્મીર સાથે રહેલી ભારત – પાકિસ્તાન સીમા પર પાકિસ્તાન સેનાની તરફથી મોટી ગતિવિધિઓ જોવા મળી રહી છે. પાકિસ્તાને આશરે પાંચ કિલોમીટર વિસ્તારને ખાલી કરાવી દીધો છે. આ વિસ્તારમાં આવતા ગામોના લોકોને પાકિસ્તાની સેના કોઇ અન્ય સ્થળે ખસેડી રહી છે. હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ૫ કિલોમીટરના વર્તુળમાં માત્ર અને માત્ર પાકિસ્તાની સેના અને તેના રેન્જર્સ ઉપરાંત કમાંડોની પણ હાજરી જોવા મળી રહી છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી કાર્યવાહીનું મોટુ કારણ ભારતીય સુરક્ષા એજન્સીઓનો ડર હોવાનું જણાવાઇ રહ્યું છે.
પાકિસ્તાની સેનાને ડર છે કે બીએસએફના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહની નિર્મમ હત્યાથી નારાજ બીએસએફ કોઇ મોટી કાર્યવાહી કરી શકે છે. આ ડરથી પાકિસ્તાન સેના બોર્ડર પર રહેલા તમામ વિસ્તારોને ખાલી કરાવી રહી છે. સાથે તે પોતાનાં જવાનોને પણ માત્ર બંકરમાં રહેવાની જ સલાહ આપી રહી છે. આ વિસ્તારમાં સ્થાનિક લોકોના આવન-જાવન પર સંપુર્ણ પ્રતિબંધ લાદી દેવાયો છે. પાકિસ્તાન દ્વારા આ વિસ્તારો ખાલી કરાવાયા હોવાની વાતની પૃષ્ટી બીએસએફ મહાનિર્દે?શક કે.કે શર્માએ કરી છે.