ચુંટણીના પડઘમ વાગી ગયા છે અને આચારસંહિતા અમલીકરણ ચાલુ હોય ત્યારે અમરેલીના દરિયા કાંઠાના જાફરાબાદ માં કોંગ્રેસના સિમ્બોલ સાથે સ્થાનિક નેતા અંબરીશ ડેર ના ફોટા વાલી કપ રકાબી નું વિતરણ હોટેલો માં થઇ રહ્યું હોવાની આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે અને કાર્યવાહી આરંભી દીધી છે.
આચાર સંહિતા ના પ્રથમ ઉલાળિયો અમરેલી જીલ્લાના જાફરાબાદના દરિયા કાંઠે થયો છે રાજુલાના સ્થાનિક કોંગ્રેસી નેતા અંબરીશ ડેર ના ફોટા સાથે કોંગ્રેસના પંજા ના સિમ્બોલ વાલી ચા પીવાની કપ રકાબી દરિયાકાંઠા ના વિસ્તારોની હોટેલો પર કોંગ્રેસી કાર્યકરો દ્વારા વિતરણ થઇ હોવાની લેખિત ફરિયાદ જાફરાબાદના શહેર ભાજપના પ્રમુખે ચુંટણી અધિકારીને કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ૪૨ જેટલા કપ રકાબી કબજે કરીને આચારસંહિતા ભંગ ની કાર્યવાહી કરવામાં આવેલી હતી.
દિલીપ સોલંકીએ જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોની હોટેલોમાં કોંગ્રેસના સિમ્બોલ સાથેની કોંગ્રેસી નેતાની ચાની કપરકાબીના વિતરણની ભાજપે આચારસંહિતા ભંગની ફરિયાદ કરતા કાર્યવાહી શરુ થઇ હતી જે અંગે કોંગ્રેસના નેતા અંબરીશ ડેર એ જણાવ્યું હતું કે છેલા ૧૫-૨૦ દિવસથી કોંગ્રેસી કાર્યકર્તાઓ ટી-સ્ટોલ પર વિતરણ કરી છે કોઈના ઘરે વિતરણ નથી થતી હાલ ચાય પે ચર્ચા ની મોસમ હોય અને સતાધારી પાર્ટીના પેટમાં તેલ રેડાયું હોય અને તંત્ર મોડું જાગ્યું છે હજુ કોંગ્રેસ પક્ષે કોઈને ઉમેદવાર જાહેર કર્ય નથી પણ સતાપક્ષના લોકો ખોટી રીતે હેરાનગતી કરવાના ધ્યેય થી આવી ફરિયાદો કરી રહ્યા છે. જાફરાબાદ બંદર થી વડેરા રોડ પર ચા ની કેબીન ધારકો પર સવારમાં કોઈ લોકો કોઈને જાણ કર્યા વિના મૂકી ગયેલા જે ૪૨ રકાબી અને ૬ કપ મામલતદાર એ કબજે લઈને ઉપલી કક્ષાએ રીપોર્ટ કરેલો છે રીપોર્ટ બાદ ઉપર થી આદેશ અન્વયે કાર્યવાહી કરવાનું મામલતદાર એ જણાવ્યું હતું.