રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 જન્મ જયંતિ નિમિતે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ મહાનગર પાલિકા ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા 26 કરોડના ખર્ચે આલ્ફેર્ડ હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આગામી 30 તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઇ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતી નિમિતે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં રાજકોટએ વિશ્વને વિશેષ ભેટ આપવા જઈ રહ્યું છે. રાજકોટના જવાહર રોડ પર આવેલ આલ્ફેર્ડ હાઈસ્કૂલ કે જ્યાં મહાત્મા ગાંધીજીએ 7 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ શાળામાં વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા હોવાથી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ શાળાને મ્યુઝિયમમાં ફેરવવા નક્કી કરવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની મળી કુલ 26 કરોડની ગ્રાન્ટ મારફત આજે આ શાળાને મ્યુઝિયમના સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવી છે. જેનું આગામી 30 તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવવાના છે. આ મ્યુઝિયમની અંદર પૂજ્ય બાપુની મોહનથી લઇ મહાત્મા સુધીની જીવન શૈલી પ્રતિપાત કરવામાં આવી છે. જેને આગામી 2 તારીખ થી લોકો નિહાળી શકશે.