ભારતીય રેલવેએ દેશમાં સ્થિત તમામ ૬૦૦૦ રેલવે સ્ટેશનો પર ટૂંક સમયમાં વાઈફાઈના માધ્યમથી ઈન્ટરનેટ સેવાનો લાભ આપશે. ચાલુ નાણાંકીય વર્ષમાં આ સેવા મળી જશે. આ ઘોષણા રેલ મંત્રી પીયૂષ ગોયલે આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે ભારતીય રેલવેએ અત્યાર સુધીમાં ૭૧૧ રેલવે સ્ટેશનો પર વાઈફાઈ સેવા પહોંચાડી છે. જેમાંથી લગભગ ૪૦૦ સ્ટેશનો પર ગૂગલ સાથે કરાર કરી વાઈફાઈ સેવા પહોંચાડવામાં આવી છે. આ એક મોટી સફળતા છે. સ્ટેશનો પર વાઈફાઈના ચાલતા મુસાફરોને ઝડપી ઈન્ટરનેટનો લાભ મળશે.
રેલમંત્રીએ કહ્યુ કે રાયપુર સ્ટેશન ગયો ત્યારે મને જાણવા મળ્યુ કે વિશેષ કરીને યુવાનો સ્ટેશન પર ઉપલબ્ધ વાઈફાઈ સેવાઓનો ફાયદો ઉઠાવતા હતા. આનાથી મારી એ ઇચ્છા છે કે વાઈફાઈ સેવાઓને ૬,૦૦૦થી વધારે સ્ટેશનો પર પહોંચાડવામાં આવશે. આનાથી એ લોકો લાભ લઈ શકશે જે લોકો પૈસા ખરચીને તેનો લાભ ઉઠાવી શકતા નથી. રેલવેના સહયોગથી ૫,૦૦૦થી વધારે સ્ટેશનોને સરકારી અને ખાનગી ભાગીદારીની મદદથી વધારે સારૂ બનાવાશે. આમાટે અમે લોકો પાસેથી અભિપ્રાય માંગવાના શરૂ કર્યા છે. લોકો પોતાની રીતે સ્ટેશનો પસંદ કરી શકે તે માટે વિકલ્પ મળશે.
સામાન્ય લોકો સુધી રેલવેની ધરોહરોની સરળતાથી જાણકારી પહોંચાડવામાં આવશેભારતે ગૂગલના ઉપાધ્યક્ષ રાજન અમંદનને જણાવ્યુ છે કે દેશના રેલવે સ્ટેશનો પર વાઈફાઈ સેવા ઉપલબ્ધ કરવાનો સૌથી મોટો ફાયદો મળશે. સામાન્ય લોકો સુધી ફ્રી ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે. રેલવેની ધરોહરોને સંબંધિત તમામ રોચક માહિતીઓ સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવશે.