ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં મારા ભાગે બહુ ઓછી એક્શન કરવાની આવી : કેટરિના કૈફ

1464

મોખરાની અભિનેત્રી કેટરિના કૈફે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાનમાં મારા ભાગે બહુ બધી એક્શન કરવાની આવી નથી.

’સલમાન ખાન સાથે મેં કરેલી ફિલ્મ ટાઇગર જિંદા હૈમાં મારા ભાગે જેટલી એક્શન આવેેલી એની તુલનાએે ઠગ્સ ઑફ હિન્દુસ્તાનમાં બહુ ઓછી એક્શન કરવાની આવી છે’ એમ કેટરિનાએ કહ્યું હતું.

ટાઇગર જિંદા હૈમાં તો સલમાન ખાન જેટલીજ એક્શન કેટરિનાએ પણ કરી હતી. બંનેને ભાગે લગભગ સરખી એક્શન આવી હતી. એની તુલનાએ વિજય કૃષ્ણ આચાર્યની ઠગ્સ ઑફ હિન્દુસ્તાનમાં એને ભાગે ઓછી એક્શન આવી છે.

જો કે આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, આમિર ખાન, ફાતિમા સના શેખ વગેરે કલાકારો પણ છે એટલે દરેકના ભાગે સરખું ફૂટેજ આવે એવી યશ રાજની યોજના હતી. કોઇને ઓછું ન આવે એ રીતે સ્ક્રીપ્ટ તૈયાર કરાવવામાં આવી હતી એમ કહી શકાય.

જો કે કેટરિનાએ ઉમેર્યું હતું કે એક્શન ભલે ઓછી હોય, પરંતુ બીજું ઘણું મારા ભાગે આવ્યું છે. આ ફિલ્મમાં તમે મને ગ્રેસફૂલ પાત્ર તરીકે જોઇ શકશો. મારી આગામી ફિલ્મ યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાનમાં મારા ભાગે બહુ બધી એક્શન કરવાની આવી નથી.

Previous articleમને કોઈ જરૂર નથી કે લોકો મારા સારા વ્યવહારને સ્વીકારે : નાના પાટેકર
Next articleહું ધોનીની જેમ કૂલ કેપ્ટન બનવા માંગુ છુ : રોહિત શર્મા